પોરબંદરમાં કિશોરીઓને પોક્સો એક્ટ સહિત કાયદાઓની અપાઈ જાણકારી

  • May 17, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી કુમારશાળા ખાતે કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન પોલીસે આપ્યુ હતુ.
સી-ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક બી યુ. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા મદદનીસ પોલીસ અધિક્ષક સાહીત્યા તથા સી-ટીમના નોડલ ઓફિસર  ઋતુરાબા મુખ્ય મથકનાઓની સુચના અનુસાર પોલીસ ઇન્સપેક્ટર આર.એમ.રાઠોડના મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે બોખીરા કુમાર શાળા ખાતે શહેરી વિસ્તારની કિશોરીઓની તાલીમ રાખેલ હોય તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કીશોરીઓ ઉપસ્થિત રહેલ હોય જેમાં પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના સ્ટાફ સાથે મહિલા તેમજ કીશોરીઓને નવા ત્રણ અમલમાં આવેલ કાયદાઓ વિષે તેમજ ઘરેલુ હિંસા, છેડતી, મહિલા અત્યાચારને લગતી તમામ સમસ્યાઓ અંગે કાયદાકીય માહિતી અને કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે અંગે માહિતગાર કરેલ તેમજ કીશોરીઓને સ્પે.પોક્સો એક્ટ ૨૦૧૨ ના કાયદા વિશે વિષેશમાં માહીતગાર કરેલ અને સોશિયલ મીડિયામાં કોઇ હેરાન પરેશાન કરે અથવા સાયબર ફ્રોડ થાય તો સાયબર હેલ્પ લાઇન નં.૧૯૩૦ પર સંપર્ક કરવા સમજ કરી અને જરૂર જણાયેથી તુરંતજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા સમજ કરવામાં આવી અને ફરીયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામા આવે છે.તે અંગે પણ જાણકારી આપવામાં આવી તથા મહિલાઓ ઉપર સાસરીયા પક્ષ તરફથી શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપે તો મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની તેમજ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિષે અને મહિલાઓ-બાળાઓને, ૧૮૧ હેલ્પલાઇન બાબતે માહિતગાર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application