આજે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. વર્લ્ડ કપમાં બંને ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. દક્ષિણ આફ્રિકાએ સતત 8 મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જ્યારે ભારતે 8માંથી 7 મેચ જીતી છે અને એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જ્યારે ભારતીય ટીમે ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ્ની ફાઇનલમાં જગ્યા બનાવી છે, ત્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઇપણ વર્લ્ડ કપમાં પહોંચી છે. ભારતે 2007માં પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ્નો ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ 2014માં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી પરંતુ શ્રીલંકા સામે તેનો પરાજય થયો હતો. હવે 10 વર્ષ બાદ ભારત પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો છે. 17 વર્ષ પહેલાં ભારતે 2007માં પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ્નો ખિતાબ જીત્યો હતો.
ટી-20માં બંને ટીમો વચ્ચે 26 મેચ રમાઈ છે, જેમાં ભારતે 14માં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 11 મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય ટી-20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે, જેમાં ભારતે 4માં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 2 મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ 186 રન બનાવ્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ સૌથી વધુ 172 રન બનાવ્યા છે. છેલ્લા 2022 ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતને 5 વિકેટથી હરાવવામાં સફળ રહી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શ્રેષ્ઠ ટીમ ફાઈનલ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ મેચ કોણ જીતશે તેની આગાહી કરવી યોગ્ય નથી. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફેવરિટ છે. ભારત પાસે સારા સ્પ્નિરો છે અને ઝડપી બોલરો પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો શાનદાર ફોર્મમાં છે અને તબરેઝ શમ્સી સ્પ્નિર તરીકે ટીમની સાથે છે. બેટિંગમાં પણ બંને ટીમના બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી રહ્યાે. આવી સ્થિતિમાં આ મેચ 50/50 છે.
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પિચ પર બોલિંગ અને બેટિંગ બંનેને સમાન તકો મળે છે. આ પીચ પર ઝડપી બોલરોને મદદ મળે છે અને બાઉન્સ પણ જોવા મળે છે. મધ્ય ઓવરોમાં સ્પ્નિરો પોતાનો જાદુ બતાવી શકે છે. પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 153 રન રહ્યો છે. આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ મેદાન પર કુલ 32 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 19 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 11 વખત ટાર્ગેટનો પીછો કરતી ટીમ જીતવામાં સફળ રહી છે. બે મેચોમાં એક પણ મેચ જોવા મળી નથી. 172 રન આ મેદાન પર સૌથી વધુ રન ચેઝ છે. એટલે કે મેચ હાઈ સ્કોરિંગ બની શકે છે.
વરસાદના કારણે મેચ રદ થશે તો કોણ બનશે વિજેતા?
ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એટલે કે વરસાદના કારણે મેચ રદ્દ થશે તો બીજા દિવસે ફાઈનલ રમાશે. જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થઈ શકે તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે. પરંતુ બંને ટીમો વચ્ચે ઓછામાં ઓછી 10-10 ઓવરની મેચ રમાડવામાં આવશે. જો આમ નહીં થાય તો બંને ટીમો ચેમ્પિયન બની જશે અને બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરીને ટ્રોફી આપવામાં આવશે. જો કે, આઈસીસીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ક્યારેય સંયુક્ત વિજેતા બન્યા નથી. રિઝર્વ ડે હોવાના કારણે આજે મેચનું પરિણામ ન આવેતો આવતીકાલે દસ ઓવર જેટલી મેચ તો રમી જ શકાય અને પરિણામ આવે જ.
ભારત
ભારત રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
દક્ષિણ આફ્રિકા
ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ મહાકુંભમાં પુત્રના લગ્નની તારીખ જાહેર કરી, જાણો ક્યારે થશે જીતના લગ્ન
January 21, 2025 04:21 PMગૌતમ અદાણીએ મહાકુંભમાં મહાપ્રસાદ બનાવી શ્રદ્ધાળુઓને પીરસ્યો, સંગમમાં લગાવશે ડૂબકી, જુઓ વીડિયો
January 21, 2025 04:01 PMહિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર, જાણો કેટલા દર્દીઓએ લાભ લીધો
January 21, 2025 03:54 PMદેશમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન ૧૦૦ કરોડને પાર, પાંચ મહિનામાં આંકડો બમણો થયો
January 21, 2025 03:36 PMજેતપુર શહેરમાં બપોરે ભેદી ધડાકા સંભળાતા લોકો ઘર બહાર દોડી ગયા
January 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech