પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ પ્રોફેસર, લાઇબ્રેરીયન, કોમ્યુટર પ્રોગ્રામર, સીકયુરીટી ગાર્ડ થી માંડીને ડોકટર બની હતી.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની આશરે ૧૬૭ કોલેજોમાંથી એકમાત્ર ‘એ’ ગ્રેડ ધરાવનાર કોલેજ ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે શિક્ષકદિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પ્રાર્થનાસભાથી જ વિદ્યાર્થીનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રાર્થનાસભામાં ડાભી યાન્સીએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પર પોતાની વાત રજૂ કરી હતી. બાદમાં ચામુડીયા ધારાએ‘આપણાં જીવનમાં શિક્ષકનું મહત્વ’ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. જ્યારે કે ગાધેર હેમાક્ષીએ શિક્ષક પર કવિતાનું વાંચન કરેલ હતું.
શિક્ષક દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલી મોટી હતી કે સ્ટાફમમાં તેઓનો સમાવેશ ન થઇ શકતા તેઓને ૨૩ નંબરનો કલાસમને સ્ટાફમ તરીકે ફાળવવામાં આવ્યો હતો. આ દિવસે તમામ પિરિયડ ટાઇમટેબલ પ્રમાણે વિદ્યાર્થીનીઓએ લીધા હતા અને શિક્ષણકાર્ય સંપૂર્ણ રીતે ચાલુ રાખ્યુ હતું. તમામ કલાસમમાં ડિસીપ્લીન જળવાય તે માટે રોજની જોમ જ પ્રિન્સિપાલ તરીકે ગીતા મકવાણા (કોમર્સ) અને વાઇસ પ્રિન્સિીપાલ તરીકે ઝોરા આરતી (કોમર્સ)એ કામગીરી બજાવી હતી.આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ સિકયુરીટીગાર્ડ, લાઇબ્રેરીયન, કોમ્પ્યુટર પ્રોગામર, હેલ્થ સેન્ટરના ડોકટર તરીકેની કામગીરી પણ બજાવી હતી.
દરેક વિદ્યાશાખામં શિક્ષક બનેલી વિદ્યાર્થીનીઓનું મૂલ્યાંકન કરવા માટે જજ તરીકે આર્ટસમાં એફ.વાય.માં પ્રા. પૂજાબેન પંડિત, પ્રો. આરતીબેન ભટ્ટ, આર્ટસ એસ.વાયમાં પ્રો. પૂજાબેન કોટીયા, પ્રો. નિલેશભાઇ દવે, આર્ટસ ટી.વાય.માં પ્રો. વૈભવીબેન ચુડાસમા, પ્રો. કાજલબેન શીંગરખીયા, કોમર્સ (ગુજરાતી)માં દેવ્યાનીબેન થાનકી, પ્રો. ભાવિકાબેન ગોહેલ, પ્રો. પૂજાબેન ઓડેદરા, કોમર્સ (અંગ્રેજી)માં પ્રો. કિરણબેન સોમૈયા, પ્રો. ધારાબેન પીઠવા, હોમસાયન્સમાં પ્રો. નાથીબેન રાજશાખા, પ્રો. પ્રિયાબેન ગોસ્વામીએ પોતાની સેવાઓ આપી હતી.
વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવાના સમારંભમા ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહે જેના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે તેવા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનને યાદ કરીને વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતુ કે આજના સમયમાં શિક્ષકને ફકત કલાસમમાં ચાર દિવાલ વચ્ચે ભણાવનાર વ્યક્તિ તરીકે ન જોતા આજના દિવસે બનેલા શિક્ષક તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતુ કે આપણે સૌ સમાજ નિર્માણ માટેના સહભાગી બનવા માટે દરેકે શિક્ષક બનીને સમાજમાં ચરિત્ર નિર્માણ, ભ્રષ્ટાચાર મુકત ભારત, નાગરીક તરીકેની ફરજો, ડીઝીટલાઇઝેશનના યુગમાં સાઇબર ક્રાઇમથી બચવા માટે લોકોને શિક્ષિત કરીએ. ગામડાની દીકરીઓએ પોતપોતાના ગામડામાં વ્યસનની સામે જાગૃતતા ફેલાવે તે આજની જરિયાત છે. તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓનું ગુલાબનું ફૂલ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ દરેક વિદ્યાશાખામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કર્યા હતા. આર્ટસ વિદ્યાશાખામાં ગુજરાતની માધ્યમમાં પ્રથમ ક્રમાંકે ડોડીયા કિંજલ(ટી.વાય.બી.એ.), કોમર્સ વિદ્યાશાખામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે મકવાણા વિશાખા (ટી.વાય.બી.કોમ), અને કોમર્સ વિભાગમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે ગોઢાણીયા ઉષા તથા બી.એસ.સી. હોમસાયન્સ વિદ્યાશાખા વિભાગમાં પ્રથમ ક્રમે પાંડાવદરા આરતી (ટી.વાય.બી.એસ.સી.) રહ્યા હતા.
આ પ્રોગ્રામનું સંચાલન ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહે કર્યુ હતુ અને સમાપન શાંતિબેન ભુતીયાએ કર્યુ હતુ. આ સમયે શ્રી ભરતમુનિ રંગમંચ પર ૫૦ કરતા વધારે સ્ટાફ મેમ્બર્સ સાથે ઓપનએર થીયેટર ખચાખચ ભરાયેલુ હતુ. આ તકે સમગ્ર ગોઢાણિયા સંકુલના શિક્ષક પરિવારને તેમજ વિદ્યાર્થીનીઓને સંસ્થાના પ્રમુખ ડો. વીરમભાઇ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, એકેડેમીક ટ્રસ્ટી હીનાબેન ઓડેદરા, શિક્ષણવિદ ઇશ્ર્વરભાઇ ભરડાએ શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech