રાજકોટમાં રહેતા શિક્ષિકા કમ કોરીયોગ્રાફરને મુંબઈની ચીટર ટોળકીએ સીરીયલ, વેબ સિરીઝ અને સલમાન ખાનની ફિલ્મ કામ અપાવવાના બહાને તેમની પાસેથી અલગ અલગ ચાર્જના પૈસાનું કહી કુલ પિયા ૮ લાખ લઈ લીધા હતા. બાદમાં આ ટોળકીએ ફોન બધં કરી દીધા હોય અને તેમનો સંપર્ક ન થતા શિક્ષિકાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા લીનાબેન અભયભાઈ શાહ (ઉ.વ ૩૭) નામના શિક્ષિકાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે માહી ઉર્ફે સાઇન અશરફ અલી, સોનમ ઉર્ફે સગુફતાબાનું અશરફ અલી, અરમાન અશરફ અલી અને ભૂષણ (રહે બધા મુંબઈ) ના નામ આપ્યા છે. લીલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં સાસુ સસરા સાથે રહે છે તેમના પતિ અભયનું વર્ષ ૨૦૧૯ માં અવસાન થયું છે. તે કોટેચા સ્કૂલ પાસે આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને તેઓ કોરિયોગ્રાફર પણ છે અને અલગ અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરે છે.
વર્ષ ૨૦૨૨ માં તેમણે વોટસએપમાં ન્યૂઝ પેપર ગ્રુપમાં એક જાહેરાત જોઈ હતી જેમાં ટીવી સિરિયલમાં કામ કરવા માટે સારા કલાકારોની જર હોવાનું લખ્યું હતું જેથી તેણે સંપર્ક કરી રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ પાસે હોટેલ નોવા ખાતે તેનું ઓડિશન હોય તેવો ત્યાં ગયા હતા. અહીં સોનમ અને માહીએ ઓડીશન લીધું હતું અને ફોર્મ ભરાવી .
૨૦,૦૦૦ માંગતા મહિલાએ આ પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે તમાં કામ સાં છે થોડા દિવસો પછી તમારો સંપર્ક કરીશું. ત્યારબાદ સોનમ અને માહી રાજકોટ પરત આવ્યા હતા અને રાજેશ્રી સિનેમા પાસે યુરોપિયન હોટલમાં બોલાવતા મહિલા અહીં ગયા હતા. આ સમયે અહીં અરમાન અશરફ અલી પણ હોય અને કહ્યું હતું કે અમે અહીં શૂટિંગ માટે આવ્યા છીએ ટીવી સિરિયલમાં નવું કામ આપવાનું છે અમારો નવો પ્રોજેકટ ચાલુ કરીએ છીએ તેવું વાત કહી તેમજ વેબસરીઝ માટે તમારે પિયા ૧૮૦૦૦ આપવા પડશે તેમ કહેતા મહિલાએ ફરી પિયા ૧૮૦૦૦ આપ્યા હતા. બાદમાં માહી અને સોનમ મુંબઈ ખાતે શૂટિંગ માટે બોલાવતા નથી મહિલા અહીં કેમ્પસ કી દુનિયા નામની વેબ સીરીઝનું વજેશ્વરી મુંબઈ મુકામે શૂટિંગ કરવા માટે ગયા હતા યાં થોડુ શૂટિંગ થયા બાદ અરમાને કહ્યું હતું કે, કલર્સ ચેનલમાં ભૂષણ સર છે હત્પં તમારો સંપર્ક કરાવી આપીશ તેમની ટીવી સીરીયલ કયામત સે કયામત તકમાં કામ અપાવશે તેવી વાત કરી હતી બાદમાં આભૂષણ સર નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે કલર ચેનલમાં નવી ટીવી સિરિયલ બનાવી રહ્યા છીએ જેમાં તમાં સિલેકશન થઈ ગયું છે. તેમ કહી તેમની પાસેથી પિયા ૭૦,૦૦૦ બાદમાં ફરી પિયા ૭૦,૦૦૦ ત્યારબાદ . ૩૦,૦૦૦ ત્યારબાદ ફોટોશૂટના પિયા ૫૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
બાદમાં માહી અને સોનમે બીજી વેબ સિરીઝના ફોટોશૂટ તથા આલ્બમ સોંગ તેમજ સલમાન ખાનની ફિલ્મ રોલ આપવાનું કહી પિયા ૫.૬૨ લાખ માંગતા ફરિયાદીએ રોકડા તથા ગુગલ પે પરથી આ રકમ ચૂકવી હતી. ટીવી સિરિયલમાં કામ કરવા માટે એકાદ વર્ષ થવા છતાં કામ માટે ન બોલાવતા ફરીયાદીને શંકા જતા અવારનવાર ફોન કરતા શૂટિંગની તારીખ આવશે ત્યારે તમને જણાવીશું તેવા વાયદાઓ આપે રાખ્યા હતા બાદમાં જૂન ૨૦૨૦ થી આ શખસોના ફોન બધં આવતા હોય મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અહેસાસ થતાં આ ટોળકીએ સીરીયલ, વેબ સિરીઝ અને ફિલ્મમાં કામ આપવાના બહાને .૮,૦૦,૦૦૦ ની રકમની છેતરપિંડી કરી હોવા અંગે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech