રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચએ આજે શહેરની વિવિધ બજારો અને ઔધોગિક વિસ્તારોમાં રિકવરી ડ્રાઇવ હાથ ધરીને ૨૧ મિલકતો સીલ કરી હતી તેમજ ૧૧ મિલકતોની ટાંચ જિની નોટીસની બજાવી કુલ .૩૦ લાખની રિકવરી કરી હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે રિકવરી ડ્રાઇવ દરમિયાન વોર્ડ નં.૨માં રેસકોર્ષ રોડ ઉપર ગેલેકસી સિનેમા હાઉસ સામેના આરએમસી શોપિંગ સેન્ટરમાં સંતોષ અલ્પાહાર ની સામે સીલ ની કાર્યવાહી કરતા ચેક આપેલ, કસ્તુરબા રોડ પર બહત્પમાળી ભવન કલીફ અપાર્ટમેન્ટમાં બી–વિંગમાં લેટનં–૯૦૧,૧૦૦૧ સહિતના બે યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૭,૪૦૦, બજરંગવાડી વિસ્તારમાં શેરી નં.૧૨માં ૧–યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૩,૨૬૦, સદર બજારમાં નુતન પ્રેસ નજીક સુપ્રીમ ટાવરમાં સેકન્ડ લોર લેટ નં–૨૦૧ ની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૬૧,૫૦૦, વોર્ડ નં.૩માં મોચીબજારમાં દાણાપીઠ મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં શોપ નં–૨૦૭,૨૦૮,૨૨૨,૨૨૪,૨૩૭ કુલ પાંચ યુનિટ સીલ, માધાપર વિસ્તારમાં બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક શુભમ પાર્કમાં ઓમ શ્રેયકર વિધાલય ને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, પરાબજારમાં દ્રારકાધીશ ગોકળદાસ નજીક ૧ યુનિટને નોટીસ સામે રિકવરી .૩.૩૨ લાખ, સોની બજાર દરબારગઢ ચોક ઓર્નામેન્ટ આર્કેડ સેકડં લોર ઉપર એક યુનીટની નોટીસ સામે રિકવરી .૬૧,૬૮૮, લોહાણાપરા મેઈન રોડ બદરી મંજિલનો ચેક રીટર્ન થતા રિકવરી .૪૭૦૦૦, વોર્ડ નં.૪માં મોરબી રોડ જકાત નાકા ગાયત્રી ધામ પાસે આવેલ ૧–યુનીટ ની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૭માં ગોંડલ રોડ જીમ્મી ટાવર ગ્રાઉન્ડ લોર શોપ નં–૫૮ની નોટીસ સામે રિકવરી .૯૯,૦૮૧, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં તુલીપ પાર્ટીપ્લોટ નજીક શિવ એન્જીનીયરીંગ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૫૦૦૦, વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર વૈદવાડી વિસ્તારમાં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૫૬૭૦, અમરનગરમાં આસોપાલવ સોસા માં શેરી નં–૨ માં ૧ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯૫,૭૦૦, ખીજડાવાળો રોડ પર યુનિવર્સલ સ્કુલ નજીક ચંદ્રનગરમાં રિદ્ધિ એક યુનિટની નોટીસ સામે રિકવરી .૭૭,૩૭૦, બાપુનગર જીલ્લા પંચાયત મેઈન રોડ પર આવેલ ૧–યુનીટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૪માં બાપુનગરમાં આવેલ ૧ યુનીટ સીલ, વોર્ડ નં.૧૫માં કોઠારીયા રીંગ રોડ કાન્તાનગર ઇન્ડ.એરિયામાં આવેલ ૧ યુનીટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૧,૩૨૦, વોર્ડ નં.૧૬માં ૮૦ ફીટ રીંગ રોડ ઉપર પટેલ નગરમાં ઉદય કાર્ગેા ગ્રુપ ઇન્ડસ્ટ્રીયલ અરિયામાં ૧ યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૩૯ લાખ, કોઠારીયા મેઈન રોડ પર સદભાવના સોસા–૩ માં પાર્થ ફર્નીચર સામેના ૧ યુનિટને સીલ, પટેલનગર શેરી નં.૧ માં ૧ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, કાંતિ ઓધોગિક વિસ્તારમાં ૨ યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં અમૃત ઇન્ડ એરિયામાં શેડ નં.૩ માં જય ટ્રેડર્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી ચેક આપેલ, આ મુજબ આજ રોજ બપોર સુધીમાં ૨૧ મિલ્કતોને સીલ કરેલ તથા ૧૧ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપેલ તથા કુલ ા.૩૦.૦૨ લાખ રીકવરી કરવામાં આવી હતી.ઉપરોકત કાર્યવાહી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech