આર.કે.વલ્ર્ડમાં બાકી મિલકત વેરો વસુલવા ટેકસ બ્રાન્ચ ત્રાટકી; શહેરમાં ૩ પ્રોપર્ટી સીલ

  • December 27, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ બાકી મિલ્કતવેરો વસૂલવા આક્રમક બની છે દરમિયાન આજે રિકવરી ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર આવેલ આર.કે.વલ્ર્ડ કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડલોર ઉપર આવેલ શોપ નં.૧૦ બકીવેરો વસૂલવા નોટિસ ફટકારતા બાકીદારે તાબડતોબ .૧.૧૨ લાખનો વેરો ચુકતે કર્યેા હતો. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ , સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા વોર્ડ સ્ટાફ દ્રારા કરાઇ હતી. આજે શહેરમાં કુલ ત્રણ મિલકતો સીલ કરાઈ હતી અને બપોર સુધીમાં કુલ ૩૪ લાખની રિકવરી કરાઈ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રોડ પર આવેલ એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૫,૮૨૮, ૧૫૦ ફટ રોડ પર આવેલ અન્ય એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૫,૮૨૪, ગાંધીગ્રામમાં એક યુનીટને સીલ, માતૃછાયા કોમ્પ્લેક્ષમાં એક યુનીટને સીલ, ૧૫૦ ફટ રોડ પર આવેલ આર.કે.વલ્ર્ડ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ લોર શોપ નં ૧૦ને નોટિસ સામે રિકવરી .૧.૧૨ લાખ, વોર્ડ નં.૨માં રૈયા રોડ ઉપર આવેલ એક યુનીટને સીલ, વોર્ડ નં.૫માં કુરજી વેકરીયા રોડ પર આવેલ ૧ નળ કનેકશન કપાત સામે રિકવરી .૯૩,૭૧૩, આર્ય નગરમાં ૧–નળ કનેકશન કપાત સામે રિકવરી .૨૫,૦૦૦, વોર્ડ નં ૧૦માં નિર્મલા રોડ ઉપર આવેલ એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૩ લાખ, વોર્ડ નં.૧૫માં કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ ૧–યુનીટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯૬,૧૦૬, વોર્ડ નં.૧૪માં માસ્ટર સોસાયટીમાં એક યુનીટની નોટિસ સામે રિકવરી .૩.૬૯ લાખ, વોર્ડ નં.૧૫માં આજી ઓધોગિક વિસ્તારમાં એક યુનીટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯.૧૦ લાખનો ચેક આપેલ, વોર્ડ નં.૧૮માં ઢેબર રોડ પર આવેલ એક યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૦,૦૦૦, કોઠારીયા રોડ પર આવેલ એક યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૬ લાખ, શ્રદ્ધા સોસાયટીમાં એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૩ લાખ, ઢેબર રોડ પર આવેલ યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૮,૦૦૦, ઢેબર રોડ પર આવેલ એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૦,૦૦૦, કોઠારીયા રોડ પર આવેલ એક યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૮,૧૬૦ થઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News