ટેન્કર પણ પલટી મારી ગયું
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર મોટા વાગુદડ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકને ચાલુ વાહને હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટેન્કર પણ પલટી મારી ગયું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરના વતની ભાભલુભાઈ રામકુભાઇ કપરડા (૫૪ વર્ષ) કે જેઓ ગઈકાલે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ટેન્કર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ધ્રોળ નજીક વાગુદડ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે ૬.૧૫ વાગ્યાના અરસામાં તેઓને એકાએક ચાલુ વાહને હાર્ટ એટેક આવી ગયો હતો, અને બેશુદ્ધ બન્યા હતા.
જેથી તેઓ ટેન્કરના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ચૂક્યા હતા, અને ટેન્કર પલટી મારી ગયું હતું. દરમિયાન તેઓને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું હોવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી દિવ્યરાજભાઈ રાવતભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે ઘટના સ્થળે તેમજ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech