ગતરોજ તિવલ્લુવર દિવસ નિમિત્તે, તમિલનાડુના રાયપાલ આરએન રવિએ ભગવા રંગના કપડાંમાં સ કવિ અને સતં તિવલ્લુવરના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમને આદરણીય કવિ, મહાન ફિલસૂફ અને ભારતીય સનાતન પરંપરાના સૌથી તેજસ્વી સતં તરીકે વર્ણવ્યા હતા. તેમની આ પોસ્ટના લીધે વિવાદ થયો કારણ કે શાસક પક્ષ ડીએમકેએ રાયપાલના કાર્યાલય પર ભગવાકરણ કરવાના પ્રયાસોનો આરોપ મૂકયો હતો. ફોટોગ્રાફમાં તિવલ્લુવરના કપાળ અને ઉપરના હાથ ભસ્મ અને તેમના ગળામાં માળા છે. જયારે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની બીજી પોસ્ટમાં કવિને સફેદ રંગના વક્રોમાં દર્શાવવામાં આવ્યા છે.
ડીએમકે સાંસદ કનિમોઝીએ રાયપાલના પદની ટીકા કરતા કહ્યું, તિક્કુરલમાં કોઈ ધાર્મિક પ્રતીકો નથી, અમે તિવલ્લુવર પર સનાતન અથવા હિન્દુત્વના પ્રતીકો અથવા અન્ય કોઈ ધર્મ લાદી શકીએ નહીં. આપણે આ સમજવાની જર છે. તિક્કુરલ એવી વસ્તુ છે જે ધર્મથી આગળ વધીને માનવતાની વાત કરે છે. આ પહેલીવાર નથી યારે તિવલ્લુરના પ્રતિનિધિત્વના મુદ્દાએ તમિલનાડુમાં રાજકીય વ્યકિતઓને પાર્ટી લાઇનમાં વહેંચી દીધી હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ બનેલી છે.
તિવલ્લુવરના વક્રોનો રગં શા માટે મહત્વપૂર્ણ?
આ બાબત પર ઐતિહાસિક માહિતીનો અભાવ હોવા છતાં, સમય જતાં વિવિધ રાજકીય જૂથો દ્રારા કવિનું તેમના વક્રો સહિત નિપણ કરવામાં આવ્યા છે. આઇઆઇટીના નિવૃત્ત પ્રોફેસર, એસ સ્વામીનાથન કે જેઓ પ્રાચીન તમિલ ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે તેમણે જણાવ્યું હતું કે: તિવલ્લુવરના જીવન પર જે પુરાવા છે તેના પરથી, ઘણા વિદ્રાનોએ તારણ કાઢું છે કે સંભવત: તે જૈન હતા, ન તો હિંદુ કે ન તો દ્રવિડિયન. આપણે એટલું જ જાણી શકીએ છીએ કે તિક્કુરલ તેમનું અસાધારણ સાહિત્ય છે, જેનું ભારતીય ઇતિહાસ કે પ્રાચીન સાહિત્યમાં કોઈ સમાંતર નથી. સફેદ વક્રોમાં તિવલ્લુવરની કહેવાતી તસવીર તાજેતરમાં સુધી કાલ્પનિક હતી. તિવલ્લુવરની કોઈ ચોક્કસ આકૃતિ કે ચિત્ર અસ્તિત્વમાં નથી. આપણે એ પણ જાણતા નથી કે થિક્કુરલ લખનાર પ્રાચીન સતં એક જ વ્યકિત હતા કે વર્ષેાથી ઘણા લોકોનું મિશ્રણ હતું. ઈસુની જેમ, આપણે તિવલ્લુવરની આકૃતિ તેમના મૃત્યુના સો વર્ષ પછી બનાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech