આગામી તા.૨૪ જુલાઈના ધ્રોલમાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • July 04, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૨૪ જુલાઈના ધ્રોલમાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

​​​​​​​સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૪/૦૭/૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કલેક્ટરશ્રી, જામનગરના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. 

તેથી આગામી તારીખ ૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે.
 
જે અન્વયે, તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે, કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.

કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે, કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.  અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો તે પહેલા ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી કે ગ્રામસેવકશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, ધ્રોલની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News