હળવદમાં લક્ષ્મી ટ્રેડર્સે એકસપાયરી ચીજવસ્તુનું વેચાણ કર્યાની ચર્ચા

  • February 05, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમા ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓ પર તંત્રનું ભેદી મૌનઙ્ખી કેટલાય નિર્દોષ વ્યક્તિઓને વિવિધ રોગોનું ખુલ્લું  નિમંત્રણ પાઠવી રહ્યું છે અને આ બધું હળવદ શહેરમાં છેલ્લા  કેટલાક સમયથી ખુલ્લે આમ અને બેરોકટોક ચાલી રહ્યું છે?  પછી એક્ષપાયરી તારીખો વાળી કોસ્મેટિક વસ્તુથી લઈને ખાણીપીણીની ચીજવસ્તુઓમા જોવા મળે છે ત્યારે શહેરમાં લક્ષ્મી ટ્રેડર્સ દ્વારા એકની સાથે એક ફ્રી આવી લોભામણી જાહેરાત કરી ગ્રાહકોને આકર્ષિત કરે છે પરંતુ એક્ષપાયરી થઈ ગયેલી ખાણીપીણી કે કોસ્મેટિક પદાર્થો કેટલા હાનિકારક સાબિત થાય તે દુકાનદારને નહીં ખબર હોય ? શું આ બધું તેની જાણ બહાર વેચાણ થતું હશે ? ત્યારે થોડાક રૂપિયાના નુકસાન થવાના ડરે લોકોને જીવન સાથે ખેલ ખેલતાં લક્ષ્મી ટ્રેડર્સ જેવા હજુ કેટલા દુકાનદાર શહેરમાં હશે ? અને તંત્ર પણ હજુ સુધી કેમ ચકાસણી કરીને પગલાં નથી લેતું ? દર્શન થાય છે કે પછી જ્યાં સુધી કોઈ ફરિયાદ કરે નહીં ત્યાં શું તંત્રની નૈતિકતા મરી પરવારી છે ? આવા ઘણાં બધાં સવાલોએ હાલમાં શહેરમાં  ટોપ ઓફ ધ ટાઉન બની શહેરીજનોમાં લોકચર્ચાઓ જગાડી છે અને ખાસ ગ્રાહકોએ પણ દુકાનમાંથી તારીખ ચકાસણી કરી પછી જ માલ ખરીદવો અને બિલ સાથે ખરીદવો જેથી આપણી તંદુરસ્તી આપણા હાથમા રહે અને તંત્ર ભલેને કુંભકર્ણ નિંદરમા હોય.શુ તંત્ર જાગશે? પગલાં લેશે? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application