અફઘાનિસ્તાનની તાલિબાન સરકારમાં નાયબ વિદેશ પ્રધાન અને વરિ તાલિબાન નેતાને મહિલાઓના શિક્ષણ વિશે આપેલા નિવેદનને કારણે દેશ છોડીને ભાગી જવું પડુ.ં નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનિકજઈના નિવેદનથી તાલિબાનના વડા હિબતુલ્લાહ અખુંદઝાદા ગુસ્સે ભરાયા હતા. જે બાદ અખુંદઝાદાએ મંત્રીની ધરપકડનો આદેશ પણ આપ્યો.
જોકે, આ આદેશ લાગુ થાય તે પહેલાં, સ્ટાનિકજઈ દેશ છોડીને દુબઈ ચાલ્યો ગયો. તાલિબાન સરકારમાં મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનિકજઈએ પણ ભારતીય સૈન્ય એકેડેમીમાંથી તાલીમ મેળવી છે અને હાલમાં તેઓ સંયુકત આરબ અમીરાતના દુબઈમાં છે.
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ અફઘાન–પાકિસ્તાન સરહદ પર ખોસ્ત પ્રાંતમાં એક પદવીદાન સમારોહમાં બોલતા, તાલિબાનના નાયબ વિદેશ પ્રધાન સ્ટાનિકજઈએ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓના પ્રવેશ પર સરકારના પ્રતિબંધની ટીકા કરી હતી. અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષણ વિશે સ્ટાનિકજઈએ કહ્યું, આ માટે કોઈ બહાનું નથી, અત્યારે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં. આપણે ૨ કરોડ લોકો (મહિલાઓ) સાથે અન્યાય કરી રહ્યા છીએ.
સ્ટાનિકજઈએ વધુમાં કહ્યું, પયગંબર મુહમ્મદના સમયમાં, જ્ઞાનના દરવાજા પુષો અને ક્રીઓ બંને માટે ખુલ્લા હતા. એવી નોંધપાત્ર ક્રીઓ હતી કે જો હત્પં તેમના યોગદાનની વિગતવાર માહિતી આપું તો મને ઘણો સમય લાગશે. તાલિબાનના સર્વેાચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ તેમના ભાષણમાં તાલિબાનની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી હોવાના અહેવાલો બાદ સ્ટાનિકજઈની ધરપકડનો આદેશ આપ્યો હતો અને તેમને મુસાફરી કરવા પર પ્રતિબધં મૂકયો હતો.
તાલિબાન મંત્રી સ્ટાનિકજઈએ સ્થાનિક મીડિયામાં તાલિબાન નેતૃત્વ સાથેના અથડામણના અહેવાલોને નકારી કાઢા હતા અને કહ્યું હતું કે તેઓ સ્વાસ્થ્ય કારણોસર દુબઈ પહોંચ્યા છે. ખામા પ્રેસે અબ્બાસ સ્ટાનિકજઈના નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તાલિબાનના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યેા હતો કે તેમને કોવિડ–૧૯ જેવો જ રોગ થયો છે જેના માટે તેમને આરામની જર હતી, તેથી તેઓ દુબઈ ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech