અફઘાનિસ્તાનની તાલિબાનની આગેવાની હેઠળની સરકારના વિદેશ બાબતોના પ્રધાન અમીર ખાન મુત્તાકીએ ક્રિકેટના કેપ્ટન રાશિદ ખાનને વીડિયો-કોલ કરીને દેશની ટીમને ચાલી રહેલી ટી20 વર્લ્ડ કપ સ્પોટ્ર્સ ટુનર્મિેન્ટમાં તેના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા.સોશિયલ મીડિયા સાઇટ એક્સ (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ આ કોલનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે લખાયું હતું કે, દેશના વિદેશ મંત્રી, અમીર ખાન મુત્તાકીએ, અફઘાન ટીમના કેપ્ટન રાશિદ ખાનને વર્લ્ડ કપ્ની સેમિફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા અને ટીમને વધુ સફળતાની શુભેચ્છા પાઠવી છે. તમે તેમની સંપૂર્ણ ટેલિફોન વાતચીત અહીં સાંભળી શકો છો.
અફઘાન ચાહકો આ સિદ્ધિની ઉજવણી કરવા માટે શેરીઓમાં ઉમટી પડ્યા હતા. આ સિદ્ધિ બદલ અફઘાની ટીમને અભિનંદન આપ્નારા ક્રિકેટરોમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ટોમ મૂડી, યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના, એસ બદ્રીનાથ અને કામરાન અકમલનો સમાવેશ થાય છે.દરમિયાન, તાલિબાન સરકારે પણ અફઘાન ક્રિકેટ ટીમની ક્ષમતા નિમર્ણિમાં તેની સતત મદદ માટે ભારતનો આભાર માન્યો છે, અહેવાલ મુજબ તાલિબાનના રાજકીય કાયર્લિયના વડા, સુહેલ શાહીને પ્રકાશનને કહ્યું છે કે, અમે અફઘાન ક્રિકેટ ટીમની ક્ષમતા નિમર્ણિમાં ભારતની સતત મદદ માટે આભારી છીએ. અમે ખરેખર તેની પ્રશંસા કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષોમાં, ભારત અફઘાન ક્રિકેટ ટીમને કોર્પોરેટ સ્પોન્સરશિપ અને ભારતીય સ્ટેડિયમોમાં ખેલાડીઓને તાલીમ આપી રહ્યું છે અને કંદહાર ક્રિકેટ સ્ટેડિયમના નિમર્ણિ માટે 1 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી રહ્યું છે.વધુમાં, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ ગ્રેટર નોઇડામાં શહીદ વિજય સિંહ પથિક સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સને અફઘાન ટીમ માટે અસ્થાયી હોમ ગ્રાઉન્ડ તરીકે મંજૂરી આપી છે. ભારતે 2018માં અફઘાનિસ્તાનની પ્રથમ ટેસ્ટ મેચની પણ યજમાની કરી હતી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુનર્મિેન્ટમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન સહિત ઘણા અફઘાન ખેલાડીઓ શામેલ છે. આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં દક્ષિણ એશિયાની ટીમના ઐતિહાસિક પ્રવેશ પર પ્રતિબિંબિત કરતા, રાશિદ ખાને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાની મહિના જૂની આગાહીને યાદ કરી કે અફઘાનિસ્તાન આ લેવલ સુધી પહોંચશે. અફઘાનિસ્તાને 25 જૂને આર્નોસ વેલે ગ્રાઉન્ડ ખાતે સુપર 8 હરીફાઈમાં બાંગ્લાદેશને આઠ રન (ડીઆરએસ)થી હરાવ્યા બાદ પ્રથમ વખત ટી20 સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech