પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને પકિતકા પ્રાંતમાં હવાઈ હત્પમલા કર્યા હતા, જેના પગલે તાલિબાનનો વળતો પ્રહાર કર્યેા અને પાક સેનાની ચોકીઓ તોડી પાડી જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાની સેનાએ ડુરડં સરહદ પાસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓને ધ્વસ્ત કરી દીધી હતી. અફઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને હત્પમલાની પુષ્ટ્રી કરી હતી. મીડિયા રિપોટર્સ અનુસાર, અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની આક્રમકતાના જવાબમાં તાલિબાન સરહદી દળોએ ભારે હથિયારોથી પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ દળો કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. વાસ્તવમાં ડુરડં લાઇન પર તાલિબાન અને પાકિસ્તાની સરહદ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પાકિસ્તાન દ્રારા રોકેટ હત્પમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનના દાંડપાટન વિસ્તારના લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડા હતા.
આ પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને પકિતકા પ્રાંતમાં હવાઈ હત્પમલા કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની ફાઈટર પ્લેન ફરી એકવાર અફઘાન વિસ્તારમાં ઘૂસી ગયા છે. તેઓએ પકિતકા પ્રાંતના બરમેલ જિલ્લા અને ખોસ્ટ પ્રાંતના સેપેરા જિલ્લામાં બોમ્બમારો કર્યેા હતો. રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાની હત્પમલાને કારણે મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા.તાલિબાને આ હત્પમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની હવાઈ હત્પમલાઓ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. તાલિબાનના પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. આના ગંભીર પરિણામો આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech