સીરિયાના ગૃહયુદ્ધનો લાભ લઈને ઈઝરાયેલે બફર ઝોન ગોલન હાઈટસ કબજે કરી લીધી

  • December 10, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેન્જામિન નેતન્યાહુએ સીરીયાના અંતર વિગ્રહ વિગ્રહનો લાભ લઈ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક તેવી ''ગોલન હાઈટસ'' ઉપર પુરેપુરો કબ્જો જમાવી દીધો છે. વાસ્તવમાં ૧૯૭૪ માં થયેલા કરારો પ્રમાણે તે પર્વતીય પ્રદેશ બંને દેશો વચ્ચે ''બફર ઝોન'' તરીકે રાખવા કરારો થયા હતા છતાં ઈઝરાયલે તે વિસ્તાર ઉપર સંપુર્ણ કબ્જો જમાવી દીધો છે.
આ પુર્વે ગોલન–હાઈટસની તળેટીમાં (ઉપરના ભાગે) રહેલા સીરીયાની સૈનિક ટુકડીઓ ત્યાંથી ખસી દમાસ્કસ તરફ રવાના થઈ હતી. તેનો લાભ લઈ ઈઝરાયલી દળોએ સંપુર્ણ રીતે ''ગોલન હાઈટસ'' કબ્જે કરી છે. આ માટે કારણ આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહએ કહ્યું હતું કે ''સીરીયામાં ચાલતી અશાંતિને ધ્યાનમાં લઈ અમારે અમારી સલામતી માટે આ પગલું ભરવું પડયું છે. ત્યાં સુવ્યવસ્થિત સરકાર સ્થપાશે. ત્યાં સુધી જ અમે તે વિસ્તારમાં રહેશું પછી ખાલી કરી તેને ''બફર ઝોન'' તરીકે સ્વીકારી લેશું. ''
પરંતુ નેતાન્યુહના આ શબ્દો ઉપર કોઈ વિશ્વાસ કરે તેમ જ નથી. વાત સીધી અને સાદી છે. ઈઝરાયલ હવે તે વ્યૂહાત્મક સ્થાન છોડવાનું જ નથી. અહીંથી તે સીરીયા ઉપર પુરેપુરી નજર રાખી શકે તેમ છે. નીચે મેદાનોમાં (સીરીયામાં મેદાનોમાં) શું બની રહે છે તેની ઉપર નજર રાખી શકે તેમ છે. તે ગોલન હાઈટસ નહીં છોડે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application