વિશ્વભરમાં લોકો આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને સાથે પ્રાર્થના કરી રહ્યા છે કે સર્વત્ર શાંતિ રહે. બીજી તરફ ચીન 2024ની જેમ 2025માં પણ ધમકીઓ આપવાનું બંધ કર્યું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના નવા વર્ષના સંદેશમાં તાઈવાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તાઈવાન સ્ટ્રેટની બંને બાજુએ રહેતા અમે ચાઈનીઝ એક પરિવાર છીએ. અમારી વચ્ચેના સગપણના બંધનને કોઈ ક્યારેય તોડી શકે નહીં.
ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો અભિન્ન ભાગ માને છે અને ’વન ચાઈના’ નીતિને અનુસરતી વખતે તેને તેની રાજદ્વારી પ્રાથમિકતાઓમાં સામેલ કરે છે. શી જિનપિંગે તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન તાઈવાનને ચીન સાથે ફરીથી એકીકરણ કરવાને પ્રાથમિકતા આપી છે. તે આને તેની મુખ્ય સૈન્ય અને રાજદ્વારી વ્યૂહરચનાનો ભાગ માને છે.સંબોધનમાં શીએ કહ્યું કે ચીન વૈશ્વિક શાસન સુધારણાને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે અને વિશ્વ શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
નવા વર્ષના સંદેશમાં શીએ કહ્યું કે ચીનનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2024માં 130 ટ્રિલિયન યુઆન (લગભગ 18.08 ટ્રિલિયન યુએસ ડોલર) સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમજ અનાજનું ઉત્પાદન 70 કરોડ ટનને વટાવી ગયું છે.
તેમણે ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ વધારવાની પણ વાત કરી હતી, જોકે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલી આયાત જકાત તેમાં અવરોધરૂપ છે.
ટ્રમ્પની વાપસી,ચીન માટે પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પ્નું પુનરાગમન રાષ્ટ્રપતિ શી માટે સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે ચીન પર યુએસ 380 બિલિયનથી વધુની આયાત ડ્યુટી લગાવી હતી અને ચીન પર અમેરિકા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના તાજેતરના ચૂંટણી પ્રચારમાં, ટ્રમ્પે ચીની આયાત પર 60 ટકા સુધી ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમણે ચાઈનીઝ ટેક્નોલોજી કંપ્નીઓ પર પ્રતિબંધ અને કોવિડ-19 રોગચાળા માટે ચીનને જવાબદાર ઠેરવવા જેવા મુદ્દાઓ પણ જોરદાર રીતે ઉઠાવ્યા હતા. આથી હવે ટ્રમ્પ ફરી સત્તા સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ચિન ને તકલીફ પડે તે સ્વાભાવિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech