નાગાર્જુન સાથે 10 વર્ષ અફેર ચાલ્યુ છતાં 53 વર્ષેય સિંગલ છે તબૂ

  • January 03, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડમાં ઘણા સ્ટાર્સના લગ્ન થવાની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ લિસ્ટમાં તબૂનું પણ નામ છે. 53 વર્ષની આ એક્ટ્રેસ સિંગલ લાઈફ જીવી રહી છે. એવું નથી કે તબૂનું કોઈ રિલેશનશિપ નથી રહ્યા. તેના ઘણા સ્ટાર્સને ડેટ કર્યા છે. એક એક્ટર સાથે તો તબૂનું 10 વર્ષ સુધી રિલેશનશિપ ચાલ્યું હતું તેવું જાણવા મળે છે. પરંતુ છેલ્લે તે બંને છૂટા પડી ગયા.
બોલીવુડ સ્ટાર્સ પોતાના રિલેશનશિપને લઈને ખુલીને વાત નથી કરતા હોતા. તબૂ અને નાગાર્જુને પણ આવું જ કંઈક કર્યું હતું. પરંતુ તે બંનેની લવ લાઈફના ચર્ચા દરેક જગ્યાએ થયા હતા.નાગાર્જુન પહેલેથી લગ્ન બંધનમાં બંધાયેલો હતો. તેમ છતાં તે બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ છેલ્લે તે બંને અલગ થઈ ગયા હતા. તબૂ આજે પણ સિંગલ લાઈફ જીવી રહી છે.
માત્ર નાગાર્જુન જ નહીં, તેની બીજી પત્ની અમલાના પણ તબ્બુ સાથે સારા સંબંધો છે. નાગાર્જુન 21 વર્ષનો હતો અને તબૂ 16 વર્ષની હતી ત્યારથી બંને મિત્રો છે. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ 'નીન્ને પેલદત્તા'ના સેટ પર થઈ હતી.
અમલાએ તબૂ અને નાગાર્જુન વચ્ચેના સંબંધો પર પણ પોતાના રિએક્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ વિશ્વાસને કોઈ ડગાવી શકે તેમ નથી. અમલાએ એમ પણ કહ્યું હતું કે, 'મારા ઘરમાં શું થઈ રહ્યું છે તેની ચિંતા બીજાઓએ ન કરવી જોઈએ.
તબૂને એકવાર લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસે કહ્યું કે તે અજય દેવગનના કારણે સિંગલ છે. તેણે મજાકમાં આ વાત કહી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે તે અજયને ઘણા વર્ષોથી ઓળખે છે. તબૂના કઝીન સમીર અને અજય સારા મિત્રો છે. સમીર અને અજય તે છોકરાઓને ધમકાવતા હતા જે તબુ સાથે વાત કરતા હતા.
નાગાર્જુન સિવાય તબૂના સંજય કપૂર સાથે પણ સીરિયસ રિલેશનશિપમાં રહી છે. પરંતુ આ બધું હોવા છતાં જો તે સિંગલ છે તો તે તેનો નિર્ણય છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application