દરેડમાં ટ્રાફિક શાખાના વાહનમાં ટાબરીયાએ બાઇક અથડાવ્યું

  • August 12, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું: અન્ય એક બાઈક સવાર દંપતિને પણ ઠોકરે ચડાવ્યા

જામનગર નજીક દરેડ વિસ્તારમાં બાઈક લઈને નીકળેલા એક ટાબરીયાએ પરાક્રમ કર્યું છે. સૌપ્રથમ ટ્રાફિક શાખાની કાર ને ઠોકર મારી ૨૦,૦૦૦નું નુકશાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત અન્ય એક બાઈક સવાર દંપતીને પણ હડફેટમાં લઈ લેતાં તેઓને ફ્રેક્ચર સહિતની ઇજા થઈ છે.
જામનગર તાલુકાના બાલંભડી ગામનો ૧૭ વર્ષનો એક તરુણ ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં દરેડ ના એપલગેટ પાસે મારુતિ નગર સોસાયટીના જવાના રસ્તે બાઈક નં. જીજે૧૦બીએમ-૪૬૧૪ સાથે ધસી આવ્યો હતો. ત્યાં તેણે જામનગરની ટ્રાફિક શાખા ના સરકારી વાહનને પાછળથી ઠોકરે ચડાવી  રુા. ૨૦ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું,
 ત્યારબાદ સાહેદ પંકજ જીતેન્દ્રભાઇ વાડોદરીયાના મોટરસાયકલને પણ હડફેટે લીધુ હતું, જેમાં દંપત્તિને ઇજા પહોંચાડી હતી આ અંગે ટ્રાફિક શાખાના હેડ કોન્સ મહેન્દ્રસિંહ ઝાલાએ પંચ-બીમાં બાલંભડીના સગીરની સામે ફરીયાદ કરી હતી.
**
ગાગવા પાટીયા પાસે અજાણ્યા યુવાનને કચડી નાખનાર વાહન ચાલકની અટક
લાલપુર તાલુકાના ગાગવા ગામ પાસે એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારી યુવાનને કચડી નાખ્યો હતો, અને અકસ્માત સર્જીને વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. જેને પડાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે સીસીટીવી કેમેરાઓ તથા હ્યુમન સોર્સ ની મદદથી શોધી કાઢયો છે, અને તેનું વાહન કબજે કર્યું છે.
લાલપુર તાલુકાના ગાગવા ગામ પાસે ગત આઠમી તારીખે સાંજના સમયે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે એક રાહદારી યુવાનને કચડી નાખ્યો હતો. જે બનાવ અંગે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે વાહન ચાલક ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી મેઘપર પીએસઆઇ બી.બી. કોડીયાતર અને સ્ટાફ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તેમની હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કર્યા પછી અકસ્માત સર્જનાર જી.જે.૧૨ બી.ટી. ૨૦૨૩ નંબરના બંકર ટ્રકના ચાલક સિધ્ધરાજસિંહ મંગળસિંહ વાઘેલા રહે. શાપર ગામ શંકરટેકરીવાળાને શોધી કાઢ્યો હતો, અને તેને પોલીસ મથકે લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે વાહન પણ કબજે કરી લેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application