TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ડે.ફાયર ઓફિસર ભીખા ઠેબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કોર્ટે કર્યા છે. ગઈકાલે ACBની તપાસમાં 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવતા રાજકોટ એ.સી.બી.માં ગુન્હો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે ગુરૂવારના રોજ RMC ચીફ ઓફિસર ઠેબા સામે ACBની તપાસમાં 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવતા રાજકોટ એ.સી.બી.માં ગુન્હો નોંધાયો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ઠેબા સામે એસીબીની તપાસમાં પ્લોટ, મકાન તેમજ રોકડ મળી સરકારી કિંમત મુજબ 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી. જેને લઇને રાજકોટ એ.સી.બી.માં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બી.જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસાર મિલ્કત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ એસીબી દ્વારા ભીખા ઠેબાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ડે.ફાયર ઓફિસર ભીખા ઠેબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામકંડોરણામાં વરસાદી માહોલ, બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો
June 30, 2024 03:12 PMગોંડલ : નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટી મારી જતાં અકસ્માત,, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
June 30, 2024 03:11 PMપીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને કર્યો કોલ, એક એકની સિદ્ધિના કર્યા વખાણ
June 30, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech