રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં રાજકોટ પોલીસની તપાસ પેરેલલ આ દુર્ઘટનામાં જવાબદાર કોણ ? તે સહિતની તપાસ માટે રાય સરકાર રચીત સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્રારા તપાસનો ફાઈનલ અહેવાલ રજુ કરવા માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાથમીક રીપોર્ટ ૭૨ કલાકમાં રજુ કરાયો હતો જયારે આખરી અહેવાલ ૧૦ દિવસમાં રજુ કરવાની મહેતલ હતી. ૧૦ દિવસ આજે પુર્ણ થઈ રહ્યા છે. તે દરમિયાન સીટ દ્રારા વધુ સમયની માંગ થતાં હવે સરકાર વધુ કેટલો સમય આપે છે તે જોવાનું રહ્યું.
ગત મહિને તા.૨૫ને શનિવારના રોજ ગેમઝોનની અિકાંડની માનવ સર્જીત દુર્ઘટનામાં ૨૭ નિર્દેાષ લોકોએ જીવ ખોયા હતા. આ દુર્ઘટનાના પગલે રાય સરકાર જયારે જયારે આવા માનવ સર્જીત કાંડ થાય છે ત્યારે તાત્કાલીકપણે સીટની રચના કરી નાખે છે અને આ સીટ સમગ્રપણે રાય સરકારની નીગરાની હેઠળ તપાસના આદેશ સાથે રીપોર્ટ રજુ કરે છે. આ સીટની ટીમને સ્થાનીક પોલીસ તત્રં કે, અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓના સુચનો હેઠળ કામ કરવાનું હોતું નથી. રાજકોટ અિકાંડ દુર્ઘટનામાં પણ રચાયેલી સીટમાં અગાઉની માફક સીટ જવાબદારી એટલે કે, મુખ્ય વડા તરીકે આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદીને મુકવામાં આવ્યા. તેમની સાથે અગાઉ ૨૦૧૮ની સાલમાં રાજકોટમાં મ્યુનિ. કમિશનર તરીકે રહી ચુકેલા અને હાલ ગુજરાત ટેકનીકલ એયુકેશન બોર્ડના કમિશનર બંછાનીધી પાની તેમજ અન્ય ત્રણ સભ્યોમાં ગુજરાત ફોરેન્સીક લેબના ડાયરેકટર સંઘવી, માર્ગ મકાન વિભાગના સુપ્રિ. ઈજનેર અને અમદાવાદ મહાપાલિકાના ફાયર બ્રિગેડ ઓફિસર કે જેઓની સામે પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે તે અધિકારી ખાડીયાને મુકવામાં આવ્યા હતા. આ પાંચેય સદસ્યોની ટીમને અિકાંડનો પ્રારંભીક રીપોર્ટ ૭૨ કલાકમાં આપવા અને ફાઈનલ રીપોર્ટ ૧૦ દિવસમાં રાય સરકારને સુપરત કરવા માટે આદેશ કરાયો હતો.
સીટ દ્રારા પ્રાથમીક રીપોર્ટ ૭૨ કલાકમાં રાયના ગૃહ સચિવ સમક્ષ સુપરત કરી દેવાયો હતો. આ રીપોર્ટમાં રાજકોટ મહાપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ તોડયું નહીં, માર્ગ મકાન વિભાગ દ્રારા સ્થળ પર તપાસ કર્યા વિના જ બાંધકામ સ્ટ્રકચર ચેક કર્યા વિના ઓફિસમાં બેઠા બેઠા જ હકારાત્મક હા ભણી દેવાઈ હતી. આવી જ રીતે રાજકોટ શહેર પોલીસ દ્રારા ફાયર એનઓસી, પીજીવીસીએલ કનેકશન તેમજ અન્ય બાબતની તપાસ કર્યા વિના આ ગેમઝોનને ટીકીટ માટેનું લાઈસન્સ આપી દેવામાં આવ્યું હતું. છેલ્લ ા એક વર્ષથી વધુ સમયથી ગેરકાયદે બાંધકામ ઉભું હતું. મહાપાલિકાએ નોટીસ આપી હતી પરંતુ બાંધકામ તોડયું ન હતું. ૨૦૨૧ની સાલથી પોલીસ દ્રારા પણ લાઈસન્સ રીન્યુ કરી દેવાતું હતું. બધી બાબતો પરથી ત્રણેય તંત્રના જવાબદાર અધિકારીઓ બેજવાબદાર રહ્યા અને આ દુર્ઘટના સર્જાઈ હતીનો પ્રાથમીક અહેવાલ સરકાર સમક્ષ રજુ કરાઈ દેવાયો હતો.
ફાઈનલ રીપોર્ટ ૧૦ દિવસની અંદર આપવાનો સીટની રચનાના ઓર્ડરમાં જણાવાયું હતું. આજે ૧૦ દિવસ પુર્ણ થયા પરંતુ હજુ સુધી કોઈ રીપોર્ટ રજુ થયો નથી અને સીટની તપાસ ચાલુ છે. એવું જાણવા મળી રહ્યું છે કે, સીટ દ્રારા રાજકોટના અલગ અલગ વિભાગોના વર્તમાન અને અગાઉ ફરજ બજાવી ચુકેલા અધિકારીઓથી લઈ ગેમઝોનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ સુધીની પુછપરછ અને નિવેદનો લેવાઈ રહ્યા છે. હજુ પણ ઘણાની તપાસ કરવાની બાકી છે. આ બધી કામગીરી તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે હજુ સમયની જરૂરીયાત છે જેને લઈને સીટ દ્રારા તપાસ રીપોર્ટ માટે વધુ સમય મળે તેવી સરકાર સમક્ષ માંગણી કરાઈ છે અને સરકાર દ્રારા પણ હકારાત્મક અભિગમ સાથે વધુ સમય સીટને ફાળવાશે તેવું દેખાઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech