રાજકોટ મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર બાદ હવે ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડાની પણ બદલી થશે ? તેવી ચર્ચાએ મ્યુનિ.સ્ટાફ વર્તુળોમાં જોર પકડું છે. ખાસ કરીને અિકાંડના છ મહિના પછી પણ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી અને લાવર બેડ અંગેની ગુંચવણ થાળે પડતી ન હોય ટૂંક સમયમાં નવા જુની થવાના નિર્દેશ મળી રહ્યા છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, ઇન્ચાર્જ ટીપીઓ એસ.એમ.પંડાના મુળભુત પોસ્ટિંગ ઉપરાંત મનપામાં ટીપીઓ તરીકેનો ચાર્જ અપાયો હોય તેઓ મનપામાં નિયમિત અને પૂર્ણ સમય હાજરી આપી શકતા નથી. તદઉપરાંત મનપાના ટીપીઓના ચાર્જને કારણે તેમની મૂળ કામગીરી પણ ડિસ્ટર્બ થઇ રહી છે. કયારેક તો મહાપાલિકાના અરજદારોએ તેમને મળવા માટે ડા ઓફિસ બિલ્ડીંગએ જવું પડે છે.
ચાલુ ડિસેમ્બર માસમાં આઇએએસ અને આઇપીએસ સહિત રાયના વિવિધ વિભાગોમાં બદલીના સામુહિક ઓર્ડર થવાની ચર્ચા છે ત્યારે રાજકોટ મહાપાલિકાને નવા ટીપીઓ મળે તેવી શકયતા નકારી શકાતી નથી. ખાસ કરીને રાજકોટની બિલ્ડર લોબી દ્રારા પણ ટીપી બ્રાન્ચમાં કામગીરીમાં અસહ્ય વિલબં થતો હોવાની રજુઆતો થયા બાદ ટીપીઓની બદલી થવાની ચર્ચા બળવત્તર બની છે.
જો કે મહાપાલિકાનો એક વર્ગ એવું પણ માને છે કે ખુદ ઇન્ચાર્જ ટીપીઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે તેમને રાજકોટ મનપાના ચાર્જમાંથી વ્હેલી તકે મુકિત મળે ! જો કે રાયના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ટીપીઓ તરીકેની કામગીરી સંભાળી શકે તેવા અધિકારીઓની સંખ્યા ખુબ જૂજ હોય ઇન્ચાર્જ ટીપીઓની ઇચ્છા પૂર્ણ થશે કે કેમ ? તે તો આવનારો સમય જ કહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMશ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે મહારુદ્રયાગ યજ્ઞ યોજાયો
December 23, 2024 11:20 AMહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech