અગ્નિકાંડ: ટીપી શાખાના કર્મીઓ આરોપી બનશે કે સાક્ષી બનાવાશે?

  • June 14, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામ નહીં તોડનાર મહાપાલિકાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાએ અિકાંડ થયા બાદ પોતાની જાતને પોલીસ અને કાયદાકીય દાયરામાંથી બચવા માટે ઉભી કરેલી બોગસ મીનીટસ બુકે અત્યારે ટાઉન પ્લાનીંગ શાખાના ઘણાં કર્મચારીઓના શ્ર્વાસ અધ્ધર કરી દીધા છે. બોગસ મીનીટસ બુક કાંડમાં ક્રાઈમ બ્રાંચ ધારે તો જે તે કર્મચારીઓએ આ બુકમાં સહી કરી હોય કે સહમતી દર્શાવી હોય તેને આરોપી બનાવી શકે. જેલમાં રહેલા સાગઠીયાનો કબજો લેવાયા બાદ આ કાંડમાં કોના ગળામાં ગાળીયો આવશે ? અત્યારે તો અંદાજે ૨૦થી વધુ ટીપી શાખાના કર્મચારીઓ પર લટકતી તલવાર છે.

ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત ૨૭ વ્યકિતએ જીવ ગુમાવ્યાની આ દુર્ઘટનામાં ગેમઝોનનું બાંધકામ જ ગેરકાયદે હતું અને ટીપી શાખાએ ગત વર્ષે માત્ર નોટીસ જ આપી બાંધકામ તોડયું ન હતું. જેને લઈને ગેમઝોન ચાલુ રહ્યો અને અિકાંડમાં ફેરવાયો હતો. માનવ સર્જીત આ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ટીપીઓ સાગઠીયા સહિતનાની કરેલી ધરપકડ અને રીમાન્ડ દરમ્યાન સાગઠીયાએ ગેરકાયદે બાંધકામના કાંડમાંથી બચવા માટે આ દુર્ઘટનાના બે દિવસ બાદ તુર્ત જ તેના અંગત અધિકારી–સ્ટાફ મારફતે ટીપી શાખાના વોટસએપ ગ્રુપમાં મેસેજ મુકીને મીટીંગ બોલાવી હતી અને બોગસ મીનીટસ બુક તૈયાર કરાઈ હતી. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની સહીઓ લઈ લેવાઈ હતી. પાપ છુપાવવા જતાં ઉલ્ટા ફસાયેલા સાગઠીયા સામે વધુ એક ગુનો નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાંચની સીટ દ્રારા તપાસમાં આ વોટસએપ ગ્રુપમાં ૨૦થી વધુ કર્મચારીઓએ હા માં હા ભણી સહીઓ કરી અથવા તો આ બોગસ મીનીટસ બુકમાં મુક સહમતી દર્શાવી હતી. અત્યારે તપાસનીશ ટીમ દ્રારા આ તમામ કર્મચારીઓના નિવેદન કે પુછપરછ કરાઈ રહી છે. અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીના પોલીસ સમક્ષ ટીપીઓ સાગઠીયાના કહેવાથી અને ધમકી આપતા સહીઓ કરી અને આ બોગસ મીનીટસ બુકમાં સહમતી દર્શાવી હોવાનો કકકો ભણી રહ્યા છે. કોઈપણ ખોટા કામમાં દબાણથી પણ સહીઓ કરવી તે કાયદાકીય પ્રક્રિયા મુજબ ગુનાહીત કૃત્ય ગણી શકાય. આ કર્મચારીઓને ટીપીઓનો એવો તો શું ભય હતો કે, સહીઓ કરવી પડી સહમતી દર્શાવી પડી હતી. શું તેઓના હાથ પણ ટીપી શાખાની ભ્રષ્ટ્રાચારની ગંગોત્રીમાં ઝબોડાયેલા હતા ? શા માટે આવી બોગસ મીનીટસ બુક બાબતે મહાપાલિકાના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ ન કરી ? આ બધા મુદ્દાઓ પણ શંકાઓ ઉપજાવનારા પોલીસ માટે બન્યા હશે.

હવે સરકારી બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવાના આરોપમાં કબજો લેવામાં આવશે. સાગઠીયાને બોગસ મીનીટસ બુક તૈયાર કરવા માટે સલાહ આપી હતી કે પોતાની જાતે મીનીટસ બુક તૈયાર કરી ? સાથી કર્મચારીઓેએ ધમકીના ડરથી સહી કરી આપી હતી કે, તેેઓનો પણ આ ગુનામાં કોઈ રોલ હતો અને બચવા માટે ચુપચાપ આ બોગસ મીનીટસ બુકમાં સહી કરીને સહમતી આપી હતી ? વોટસએપ ગ્રુપમાં બધાને એકઠા થવા માટે સુચના આપનાર ટીપીના એક કર્મચારીનો રોલ પણ ચકાસાઈ રહ્યો છે. પોલીસ જેમ જમીન કૌભાંડ કે આવા કોઈ કૌૈભાંડોમાં સાક્ષી તરીકે સહી કરનારા વ્યકિતને પણ આરોપી બનાવે છે તે મુજબ ધારે તો આ મીનીટસ બુક કૌભાંડમાં ટીપી શાખાના કર્મચારીઓનો હાયડો થઈ શકે તેમ છે. અત્યારે બધું પોલીસના હાથમાં છે, આરોપી બનાવવા, સાક્ષી બનાવવા કે, મુકત કરી દેવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application