સ્વાઈન ફ્લૂએ હવે જેસરના યુવાનને લીધો ઝપટમાં

  • April 12, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર બાદ તાલુકામાં પણ સ્વાઈન ફ્લૂએ પગપેસારો કર્યો છે.ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એક યુવાનને સ્વાઈન ફ્લૂ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લાના કોરોનાનો એક દર્દી,જ્યારે સ્વાઈન ફ્લૂના ૬ દર્દીઓ સારવારમાં છે.


  ચાર વર્ષ બાદ પણ કોરોના હજી લોકોનો પીછો છોડતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં પૂનઃ કોરોના અને સ્વાઇન ફ્લુએ પગ પેસારો કર્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ૪૫ વર્ષના યુવકને સ્વાઈન ફ્લૂ થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ કોરોનાનો એક અને સ્વાઈન ફ્લૂના છ દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે.ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારની કોરોનાગ્રસ્ત યુવતીની સ્થિતિ હજી ગંભીર છે અને સર ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News