આઇસક્રીમ માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં, ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર,આઇસક્રીમમાં રહેલી અતિશય ખાંડ,ચરબી અને કેલરી શરીરની અનેક સમસ્યાઓમાં વધારો કરે છે .જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને નીચે દર્શાવેલી બીમારીઓ હોય, તો આઇસક્રીમ ખાવું ન જોઈએ.
ફેટી લિવરને લગતી બીમારોમાં
આઇસક્રીમમાં ફ્રુક્ટોઝ અને સુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ વધારાની ખાંડ લિવર પર દબાણ વધારે છે અને ચરબીના સ્વરૂપમાં જમા થાય છે, જેથી ફેટી લિવરની સમસ્યા વધુ ગંભીર બને છે.
હૃદય રોગ અને હાઈ કોલેસ્ટ્રોલ
આઇસક્રીમ બનાવવા માટે ફુલ ક્રીમ દૂધ અને હાનિકારક ટ્રાન્સ ફેટનો ઉપયોગ થાય છે. માત્ર 100 ગ્રામ આઇસક્રીમમાં લગભગ 45 મિલિગ્રામ જેટલું કોલેસ્ટ્રોલ હોઈ શકે છે. તે ધમનીઓમાં બ્લોકેજ વધારીને હાર્ટ એટેકનું જોખમ વધે છે.
લેક્ટોઝ ઇનટોલરન્સ
આ ડેરી પ્રોડક્ટ હોવાથી તેમાં લેક્ટોઝ (દૂધની શર્કરા) ભરપૂર હોય છે. જે લોકોનું પાચનતંત્ર લેક્ટોઝ પચાવી શકતું નથી, તેમને આઇસક્રીમ ખાધા પછી પેટમાં દુખાવો, ગેસ, સોજો કે ઝાડા જેવી પાચનની તકલીફો શરૂ થઇ શકે છે.
અસ્થમા અને સાઇનસ
આઇસક્રીમની તાસીર અત્યંત ઠંડી હોય છે. ઠંડી વસ્તુઓ ખાવાથી શ્વાસનળીમાં સોજો આવી શકે છે અથવા કફ જમા થઈ શકે છે. આનાથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શરદી-ઉધરસ વધી જાય છે.
સ્થૂળતા
આઇસક્રીમ એક 'અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ' છે જે કેલરીથી ભરપૂર હોય છે.તેમાં પોષક તત્વો નહિવત હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને શરીરની ચરબી તથા વજન ઝડપથી વધવા લાગે છે.