આગામી લાયન વર્ષના પ્રમુખ તરીકે ડૉ. સાગર ભૂત, સેક્રેટરી પરબત ગઢવી અને ટ્રેઝરર હાડાભા જામની કરાતી વરણી: પ્રથમ દિવસે સાત સેવાકીય પ્રવૃતિઓ કરાઈ
ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષ 2024- 25 ના નવા વરાયેલા હોદ્દેદારોનો અત્રે બજાણા રોડ ઉપર આવેલ ભગવતી મેરેજ હોલ ખાતે ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડૉ. સાગર ભૂત તથા સેક્રેટરી તરીકે અગ્રણી પત્રકાર પરબતભાઈ ગઢવી તેમજ ટ્રેઝરર તરીકે હાડાભા જામ સહિતની ટીમે પદગ્રહણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીના વરદ હસ્તે કર્યું હતું.
આ કાર્યકમ તત્કાલીન પ્રમુખ લાયન નિમિષાબેન નકુમના અધ્યક્ષસ્થાને લાયન પરેશભાઈ મહેતા, યુનુસભાઇ દારૂવાલા, ઝોન-8 ના ચેરમેન રાજેન્દ્ર રાયવડેરા સહિત લાયન્સ ક્લબના અગ્રણીઓ અને શહેરના આગેવાનને ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ તકે આગામી વર્ષના લાયન્સ ક્લબ ખંભાળિયાના નવા હોદ્દેદારો જેમાં ઉપપ્રમુખ તરીકે એભાભાઈ કરમુર, યોગેશભાઈ મોટાણી અને ડૉ. અમિત નકુમ, કલબ કાઉન્સિલર તરીકે ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર ભરત વાનરીયા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે દિવ્યેશ મોદી તેમજ લાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડો. નિલેશભાઈ રાયઠઠા, સુંદરજીભાઈ સુરેલીયા, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જી.એમ.ટી. દિનેશભાઈ પોપટ, લાયન ટેમર જાનકીબેન ભૂત સહિત હોદેદારો શપથ ગ્રહણ કર્યું હતું.
આ પ્રસંગે તત્કાલીન પ્રમુખ નિમિષાબેન નકુમે સૌનું સ્વાગત કરી સહયોગ આપનારનો આભાર વ્યકત કર્યો હતો અને લાયન હાડાભા જામે ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો, આ પ્રસંગે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીએ લાયન્સ ક્લબની સેવા-પ્રવૃત્તિઓને બિરદાવી, શુભેચ્છા પાઠવી સાથ-સહકારની ખાતરી આપેલ હતી.
નવા વરાયેલા પ્રમુખ સાગર ભૂતે આગામી વર્ષની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી સમગ્ર ટીમ અને દાતાઓનો સહકાર પણ મળતો રહેશે અને વધુને વધુ સેવા પ્રવૃત્તિઓ દ્વારા ક્લબનું નામ ગાજતું અને ગુંજતું કરવા ખાત્રી આપેલ હતી, આ તકે આગામી વર્ષના ચાર નવા સભ્યોનો સંસ્થામાં ઉમેરો કરી શપથવિધિ કરાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમના અંતે પરબતભાઈ ગઢવી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ બરછા તેમજ દિનેશ પોપટ દ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech