મસ્જિદોમાં મંદિર શોધવાનું બધં કરો નહીંતર... સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદાસ્પદ નિવેદન
જો તમે જૂની–પુરાણી વાતો બહાર લાવવાનો પ્રયાસ કર્યેા તો પરિણામ વિપરિત આવશે: લોકો મંદિરમાં બૌદ્ધ મઠો શોધવાનું શરૂ કરશે: બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્ર્વવરમ બૌદ્ધ ધર્મના તીર્થસ્થળો હતા
આજકાલ પ્રતિનિધિ
નવી દિલ્હી
રાષ્ટ્ર્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય ગઈકાલે મૈનપુરીની મુલાકાતે હતા. તેઓ કિશ્ની વિધાનસભા ક્ષેત્રના કુસમારા વિસ્તારના ગોલા કુઆન ગામના મનોજ શાકયની માતાના નિધન પર શોક વ્યકત કરવા આવ્યા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ભારતીય જનતા પાર્ટી પર ઉગ્ર નિશાન સાધ્યું અને તેમને ધમકી આપી. સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે લોકોએ મસ્જિદોમાં મંદિરો શોધવાનું બધં કરે નહીંતર મંદિરોમાં બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવશે.
સંભલની ઘટના સંદર્ભે પૂછવામાં આવેલા સવાલ અંગે કહ્યું કે, 'જુઓ, જો તમે જૂની–પુરાણી વાતો બહાર લાવવાનો પ્રયાસ કર્યેા તો તેના પરિણામ વિપરિત આવશે. એટલે જ મસ્જિદમાં મંદિર શોધવાનું બધં કરો. જો તમે મસ્જિદમાં મંદિર શોધશો તો લોકો મંદિરમાં બૌદ્ધ મઠો શોધવાનું શ કરશે. ઇતિહાસ આ હકીકતનો સાક્ષી છે કે બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ બૌદ્ધ ધર્મના તીર્થસ્થળો હતા, તે બધાનું હિન્દુ ધર્મમાં પાંતર કરવામાં આવ્યું છે. જો આમ થશે તો વાત અહીં અટકશે નહીં, છેક સુધી જશે. સમ્રાટ અશોકે ૮૪ હજાર બૌદ્ધ સ્તભં બનાવ્યા હતા, તે કયાં ગયા? એટલે કે, આ લોકોએ તેને તોડીને મંદિરો બનાવ્યા છે, તેથી જો મસ્જિદમાં મંદિરની શોધ થશે, તો મંદિરમાં બૌદ્ધ મઠની શોધ થશે.'
તમામ પાયાની સમસ્યાઓ પર જવાબ ન આપવા માટે સરકાર દેશની જનતાને મંદિર, મસ્જિદ અને હિંદુ–મુસ્લિમ જેવા મુદ્દાઓ પર ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી સરકારનો પર્દાફાશ ન થાય, સરકારની નિષ્ફળતાનો કોઈ ઉલ્લેખ ન થાય, કથળતી કાયદો અને વ્યવસ્થા પર કોઈ ચર્ચા ન થાય, બેરોજગારી પર કોઈ ચર્ચા ન થાય, મોંઘવારી પર કોઈ ચર્ચા ન થાય, જાતિની વસ્તી ગણતરી પર કોઈ ચર્ચા ન થાય. અનામત નાબૂદ કરવામાં આવી રહી છે અને બંધારણની ચર્ચા થવી જોઈએ નહીં. જનતાની આંખમાં ધૂળ નાંખવા હિંદુ–મુસ્લિમના નામનો ઉપયોગ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.
દેશમાં શાંતિ જાળવવા માટે જરી છે કે દેશમાં કોઈપણ ધર્મના ધાર્મિક સ્થળોનો જે દરો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હતો તેવો સ્વીકાર કરવામાં આવે. જેથી દેશમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો રહે. અહીંની સંસ્કૃતિ એવી હતી કે હિંદુ, મુસલમાન, શીખ, િસ્તી, બૌદ્ધ, જૈન, પારસીઓએ એકબીજાના ભાઈ બનીને દેશને આગળ વધારવો જોઈએ. યાં ભાજપની સરકાર હોય ત્યાં જ મંદિર અને મસ્જિદનું રાજકારણ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application