ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લ ા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બીનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લ ા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લ ા કલેક્ટર ડી. ડી. જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લ ા કલેકટરની ટીમ દ્વારા આ અન્વયે કોડિનાર તાલુકાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડિઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળદ્વારકા બંદર પરથી કુલ ૭૦થી વધારે બોટની તપાસ હાથ કરવામાં આવી હતી. જેમાંથી ૩ બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
કલેકટર તંત્રની બાજનજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર રાખવામાં આવી રહેલી નજર અંતર્ગત અમૂક બોટ પર શંકાસ્પદ ડિઝલ હોવાની જાણકારી મળતા જિલ્લ ા કલેકટરતંત્ર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંધારી રાતે પણ તુરંત સતર્કતા અને જાગરૂકતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આશરે ૧૫ લાખની કિંમતની આ ૩ બોટો પરથી આશરે ૨,૨૩૦ લીટર ડિઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ.૨,૧૪,૦૮૦ થવા જાય છે. જ્યારે મુદ્દા માલ સહિતની કિંમત રૂ.૧૭,૫૯,૦૮૦ થવા જાય છે.
કલેકટરતંત્રની સજાકતાને કારણે તાજેતરમાં જ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને વધુ એકવાર શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને જે બોટ પરથી આ જથ્થો મળી આવ્યો હતો તેને પણ સીઝ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech