આરજી કર કોલેજ અને હોસ્પિટલ પાસેથી મળ્યું શંકાસ્પદ બેગ, ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • September 12, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોલકાતાની આરજી કર કોલેજ અને હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવ્યું છે. આ શંકાસ્પદ બેગ તે જ જગ્યાએથી મળી આવી હતી જ્યાં ડોકટરો તાલીમાર્થી તબીબોની હત્યાનો વિરોધ કરી રહ્યા હતા. ડોગ સ્કવોડની ટીમ વિરોધ સ્થળ પર પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


બેગની ચાલી રહી છે તપાસ


આ શંકાસ્પદ બોમ્બ પ્રદર્શનકારીઓના વિરોધ મંચ પાસે મળી આવ્યો હતો. પોલીસ એ શોધી રહી છે કે આ બોમ્બ અહીં કોણે મૂક્યો છે. ત્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગની અંદર શું છે તે શોધી રહી છે.


જણાવી દઈએ કે, 9 ઓગસ્ટની મધ્યરાત્રિએ ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. તબીબોની સલામતી માટે અને મૃતક તાલીમાર્થી તબીબને ન્યાય મળે તે માટે તબીબો વિરોધ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application