જૂનાગઢ ડીડીઓ આકરાં પાણીએ: બે તલાટી, બે અધિકારી અને સરપંચને સસ્પેન્શન ઓર્ડર

  • April 10, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લ ા વિકાસ અધિકારી નીતિન સાંગવાને માણાવદર તાલુકાના આંબલીયા ગામે પાણીની ટાંકી તથા સીસી રોડના કામમાં ભ્રષ્ટ્રાચાર થતાં આંબલીયાના બે તલાટી મંત્રી એચ એચ ચોટલીયા અને પીબી ગરેજાને ફરજમાં બેદરકારી નાણાકીય અને વહીવટી અનિયમિતતા આચરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. તથા આ જ કામમાં માણાવદર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર એચ એ પરમારને અને જે એમ સુતરિયાને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત પાવટીના તલાટી મંત્રીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિસાવદર તાલુકાના વિછાવળ ગામના સરપચં સંજય નલિયાપરાએ ચૂંટણીના ફોર્મમાં એકરાર નામામાં ખોટી મિલકત દર્શાવી હતી જેથી ડીડીઓ દ્રારા તેની સામે પણ કાર્યવાહી કરી હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લ ાના માણાવદર તાલુકામાં છેલ્લ ા સાત મહિનામાં એક પછી એક છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
તાજેતરમાં જ જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા માણાવદરના આંબલીયા ગામની મુલાકાત દરમિયાન મોટાપાયે ભ્રષ્ટ્રાચાર સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા પાવટી ગામના તલાટી મંત્રી સી વી વકાતરને ભ્રષ્ટ્રાચાર બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો વિસાવદરના વિછાવડ ગામમાં ખોટું એકરારનામું કરેલ અને પેસ કદમી કરેલ જગ્યામાં રહેતા સરપચં ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

માણાવદર પંથકમાં તલાટી–અધિકારીના કારનામા

માણાવદરના આંબલીયા ગામમાં ૧૫માં નાણાપચં હેઠળ પાણીના સંપની બાજુમાં પાણીની ટાંકીના પિયા બે લાખના કામમાં ગંભીર ભ્રષ્ટ્રાચાર આવ્યો હતો જેમાં હલકી ગુણવત્તા વાળી અને આઈએસઆઈ માર્કા વગરની ચાર પાંચ હજાર લિટરની પીવીસી ટાંકીઓ અને નબળી પાઇપલાઇનનું ફીટીંગ કરવામાં આવ્યું હતું. આ કામનું કમ્પ્લીસન સર્ટિફિકેટ ૪ ઓકટોબર ૨૦૨૪ ના આપી દેવાયું હતું અને તેમાં ચુકવણું પણ થઈ ગયું હતું જો કે તપાસમાં ટાંકીની નીચેના ઓટા ફરતે તિરાડ જોવા મળી હતી જેનું રીપેરીંગ કરાયું હોવા છતાં ફરીથી તિરાડ દેખાઈ હતી જેથી ચાર ટાંકીઓમાંથી એક ટાંકી હટાવીને વોટર વેડિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. આ તમામ ગેરરિતીને ધ્યાને લઈ જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા આંબલીયાના તલાટી મંત્રીની ટોટલી અને સસ્પેન્ડ કર્યા છે. તો આ ઉપરાંત આંબલીયા ગામમાં સીસી રોડના કામમાં પણ મોટી આવી હતી જેમાં ત્રણ વર્ષ પૂર્વે પાંચ લાખની સીસી રોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી ૧૩૨૩.૩૦ ચોરસ મીટરનું કામ મંજૂર થયું હતું પરંતુ સ્થળ તપાસમાં ૧૩૫૮ ચોરસ મીટર કામ થયેલું જણાવ્યું હતું આ ઉપરાંત ૭૫ ટકા રોડના ભાગમાં નુકસાન જોવા મળ્યું છે. એનું પણ કમ્પ્લીસન સર્ટીફીકેટ આપી ચુકવણું કરવામાં આવ્યું હતું.કામ પૂર્ણ થયાને બે વર્ષથી વધુ સમય હોવા છતાં મોટા ભાગનો રોડ ગર્જરીત હાલતમાં છે જેથી ગંભીર બેદરકારી બદલ તલાટી કમ મંત્રી ગરેજા ને સસ્પેન્ડ કરાયા હતા. તો વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપચં સંજય નલીયા પરાએ ચૂંટણીના ફોર્મમાં એકરારનામામા જે મિલકત દર્શાવી હતી તે  મિલકતમાં તેે રહેતા ન હતા અને બીજા પાસે તેનો કબજો હતો. સરપચં ગ્રામ પંચાયતની જમીનમાં જ પેશકદમી કરી મકાન બનાવી રહેતા હોય આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી  સરપચં ને પ્રત્યુતર આપવાા માટે તક આપી પરંતુ તેેઓ તરફથી કોઈ પુરાવાા આપ્યા ન હતા જેથી જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા સરપંચને સસ્પેન્ડ કરી ઉપસરપચં ને ચાર્જ આપવા હત્પકમ કર્યેા હતોો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application