સુર્યાવદરના યુવાનને અપમાનિત કરી હુમલો

  • September 06, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુકકો કરવાની વાતના મામલે બબાલ : બે શખ્સો સામે ગુનો

કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા બાબુભાઈ કારાભાઈ ચનાભાઈ પાંડાવદરા નામના ૪૭ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને આ જ વિસ્તારમાં રહેતા અરશીભાઈ પુંજાભાઈ રાવલિયા તથા ધવલ અરશીભાઈ રાવલિયાની જમીન ભાગમાં વાવવા રાખી હતી.
ત્યાં આરોપીઓની ભેંસોના તબેલાના વાસીંદુ કરવાના એક માસના રૂપિયા ૬,૦૦૦ બાબુભાઈએ નક્કી કર્યા બાદ આરોપીઓએ ભુક્કો ભરવાનું કહેતા આ બાબતે થયેલી બોલાચાલી પછી ઉશ્કેરાયેલા આરોપીઓએ ખુરશીનો ઘા કરી, પ્લાસ્ટિકની નળી વડે ફરિયાદી બાબુભાઈ પાંડાવદરા અને ઇજાઓ કર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
**
દ્વારકાના યુવાનને મારી નાખવાની અપાતી ધમકી
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતે રહેતા હનીફ ઈશાભાઈ ભેંસલીયા નામના ૨૫ વર્ષના મછીયારા મુસ્લિમ યુવાનને આ જ વિસ્તારમાં રહેતા અનવર આલી ભેંસલીયા, ગુલામ આલી ભેંસલીયા અને હાસમ આલી ભેંસલીયા નામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી લઈને બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હનીફનો કૌટુંબિક ભત્રીજો સોયબ આરોપી ગુલામ આલી સાથે ખલાસીમાં હોય અને હવે તે ખલાસીમાં જવા માંગતો ન હોવાથી આ બાબતના મનદુ:ખનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ત્રણેય બંધુઓ સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application