રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ખાનગી મિલકતો ઉપર ઉભા કરાયેલા હોર્ડિંગ બોર્ડની સાઇઝની માપણી અને સર્વે શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના રેકર્ડ મુજબ શહેરમાં કુલ 343 ખાનગી મિલકતો પરની હોડીંગ સાઇટ હાલમાં હયાત છે
આ તમામ ખાનગી હોર્ડિંગ બોર્ડની માપણી કરવામાં આવશે અને જો મેળવેલી મંજૂરી કરતા વધુ સાઇઝનું હોર્ડિંગ મૂકવામાં આવ્યું હશે તો તાત્કાલિક અસરથી એડ એજન્સી/ મિલ્કતધારક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે બ્લેકલિસ્ટેડ કરવા સુધીના પગલાં લેવાશે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં 261 ટેન્ડર સાઇટ્સ અને ખાનગી સહિત કુલ 604 હોર્ડિંગ બોર્ડ છે. ત્રણ ટીમ દ્વારા ગઈકાલથી તપાસ ગઇકાલથી શરૂ કરાઇ છે એક સપ્તાહમાં ચકાસણી પૂરી કરવામાં આવશે. આ કામગીરી માટે સ્ટેટ શાખાના સ્ટાફ ઉપરાંત અન્ય શાખાના ઇજનેરો ની મદદ પણ લેવામાં આવી રહી છે. તાજેતરમાં જ પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત તેમજ મુંબઈમાં તોતિંગ કદનું હોડિંગ ધરાશાયી થતા અનેકના મોત નીપજ્યાની દુર્ઘટના બાદ શહેરમાં હોર્ડિંગ બોર્ડનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના ઉભા કરાયેલા 21 ખાનગી હોર્ડિંગ બોર્ડ મળી આવ્યા હતા જેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના ધ્યાન પર એવી હકીકત આવી હતી કે શહેરમાં અનેક ખાનગી સંકુલો અને મિલકતોમાં કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના અનેક હોર્ડિંગ બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જેની મંજૂરી લેવાય ન હોય લાયસન્સ ફી સહિતનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે, તદઉપરાંત ચોમાસામાં આવા હોડિંગ બોર્ડ ધરાશાયી થાય તો મિલકત કે સંકુલના માલિક/ એસો./ એસો.પ્રમુખ/વહીવટકતર્િ વિગેરે જે કોઈ જવાબદાર હોય તેની જવાબદારી નિશ્ચિત થઇ શકે તેવા હેતુથી આ સર્વે ચાલી રહ્યો છે.
ખાસ કરીને અનેક એડ એજન્સીઓ તેમજ ખાનગી સંકુલોમાં હોર્ડિંગ બોર્ડ ઊભા કરવા માટે મંજૂરી લેનાર અરજદારોએ તેમને જે સુનિશ્ચિત સાઇઝની મંજૂરી આપવામાં આવી છે તેના બદલે તેનાથી મોટા કદના તોતિંગ હોર્ડિંગ ઊભા કયર્િ હોવાનું પણ ધ્યાને આવતા આ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે, અમુક કિસ્સાઓમાં મંજૂરી આપી હોય તે સાઈઝના હોર્ડિંગનું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેનાથી બમણા કદનું હોર્ડિંગ બોર્ડ સ્થળ ઉપર નિમર્ણિ કરાયું હોય તેવા અમુક કિસ્સાઓ પણ ધ્યાને આવ્યા છે.
શહેરના કોટેચા ચોકમાં મુંબઈમાં દુર્ઘટના બની તેના જેવું જ જોખમી હોર્ડિંગ બોર્ડ બંગલો ઉપર સોસાયટીની મંજૂરી કે એનઓસી મેળવ્યા વિના કમાણી કરવાના કોમર્શિયલ હેતુથી ઉભું કરી એડ એજન્સીને ભાડે આપી દેવાયું છે ત્યારે આ હોર્ડિંગ બોર્ડ મંજૂરી મેળવ્યા મુજબની સાઈઝનું જ છે કે કેમ ? તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ મંજૂરી આપેલી સાઇઝ મુજબનું છે કે કેમ ? તેની ચકાસણી થશે કે નહીં ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે, એવી પણ ચચર્િ છે કે જો વહીવટ થઈ ગયો હશે તો પછી અહીં કોઈ જ ચકાસણી થશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech