જામનગરની જીલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ

  • November 23, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજી અને બોમ્બ સ્કવોડની તપાસ : કશુ વાંધાજનક મળ્યું નહીં

જામનગરની જીલ્લા જેલમાં વર્ષ દરમ્યાન સરપ્રાઇઝ ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં આવતુ હોય છે, દરમ્યાન આજે એસઓજી અને બોમ્બ સ્કવોડની ટુકડી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું, જો કે કશુ વાંધાજનક મળ્યું ન હોવાનું સુત્રોમાથી જાણવા મળ્યું છે.
થોડા મહીના પહેલા રાજયના અલગ અલગ જીલ્લાની જેલ ખાતે ઉચ્ચ અધિકારીઓના કાફલા દ્વારા રાત્રીના કલાકો સુધી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી જે ચેકીંગ ‚ટીન હોવાનું જાહેર કરાયુ હતું, દરમ્યાનમાં આજે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર એસઓજી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટુકડી દ્વારા અહીંની જીલ્લા જેલ ખાતે ચેકીંગની કાર્યવાહી કરી હતી, આ ચેકીંગમાં કશુ વાંધાજનક હાથ લાગ્યુ નથી.
સુત્રો દ્વારા જીલ્લા જેલ ખાતેના ચેકીંગને ‚ટીન કામગીરી દર્શાવવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમ્યાન જીલ્લા જેલ ખાતે આ પ્રકારના ચેકીંગ કરવામાં આવતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application