ખંભાળિયા અને મીઠાપુરમાં ચાર મહિલા સહિત નવ જુગારીની અટક

  • July 25, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા દારૂ-જુગાર અંગે હાથ ધરવામાં આવેલી ડ્રાઇવ દરમિયાન બેઠક રોડ ઉપર આવેલી મહાજન વાડી પાછળની ગલીમાં બેસી અને કેટલાક શખ્સો જુગાર રમતા હોવા અંગેની બાતમી વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા કાનાભાઈ લુણાને મળતા આ સ્થળે દરોડો પાડી, મનોજ કિશનભાઈ કોઈડિયા, સુનિલ પ્રભુભાઈ ચારોલીયા અને રાજુ રમેશભાઈ સચાણિયા નામના ચાર શખ્સોને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૧,૨૨૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે આરંભડા સીમ વિસ્તારમાં એક મંદિરના ઓટલા પર બેસી અને જુગાર રમતા માલા મનજી ચૌહાણ, મુરુ છગન પરમાર, જયાબેન કરમશીભાઈ કાવઠીયા, માલીબેન વિક્રમભાઈ વાઘેલા, રૂડીબેન કુમારભાઈ પરમાર અને રતનબેન અરજણભાઈ પરમાર નામના છ વ્યક્તિઓને ઝડપી લઇ, કુલ રૂપિયા ૬,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application