ઉત્તરપ્રદેશ પછી ગુજરાત ભાજપમાં સર્જરી, કેબિનેટ વિસ્તરણ લાઇનમા

  • July 18, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરપ્રદેશમાં રાજકીય ઉથલપાથલ પછી ગુજરાત ભાજપમાં સર્જરી કરવાનું હાઇકમાન્ડે મન બનાવ્યું છે, જેના આધારે સંગઠનમાં ફેરફારો અને સરકારમાં કેબિનેટનું વિસ્તરણ લાઇનમાં હોવાનું ચર્ચા રહ્યું છે.
સચિવાલયમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બે થી ત્રણ મંત્રીઓ પડતા મૂકાશે અને સાત થી આઠ નવા સભ્યોને સામેલ કરાશે. બીજીતરફ સંગઠનમાં નવા પ્રાણ પુરવા માટે ગુજરાત ભાજપ્ને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા છે. આ પદ માટેના નામોની ચચર્િ હાઇકમાન્ડે શરૂ કરી છે.
ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ સાથે કેટલાક મંત્રીઓના વિભાગોમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યાં છે. સૂત્રો જણાવે છે કે જુલાઇના અંત સમયમાં અથવા તો ઓગષ્ટના પ્રારંભે વિસ્તરણ શક્ય છે. નવા સભ્યોમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની એન્ટ્રી નિશ્ચિત મનાઇ રહી છે.
હાલની કેબિનેટમાં કોંગ્રેસ કુળના ત્રણ કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના બે મંત્રી સામેલ છે ત્યારે બીજા બે નવા મંત્રીઓ પણ કોંગ્રેસ કુળના હોવાથી પાર્ટી સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના આયાતી નેતાઓ સામે જિલ્લા સંગઠનમાં રોષ છે અને અંદરખાને વિરોધ પણ છે.
હાલ કેબિનેટમાં કોંગ્રેસ કુળના રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા અને બલવંતસિંહ રાજપૂત છે જ્યારે રાજ્યકક્ષામાં ભીખુભાઇ પરમાર અને કુંવરજી હળપતિ મંત્રી છે. ભાજપમાં જોડાયા પછી નવેસરથી ધારાસભ્ય બન્યા બાદ આ સભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News