દોષિત વ્યક્તિને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા વિચાર કરશે સુપ્રીમ

  • February 11, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને દોષિત વ્યક્તિઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ પર જવાબ આપવાની તૈયારી બતાવી છે. ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો અને કેસની સુનાવણી ફરી 4 માર્ચે રાખવાનો નિર્દેશ આપ્યો.
વર્તમાન કાયદામાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને બે વર્ષથી વધુ જેલની સજા થાય છે, તો સજા પૂર્ણ કયર્િ પછી તેને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિ તેની સજાના છ વર્ષ પૂરા કયર્િ પછી ચૂંટણી લડી શકે છે. આ મુદ્દે કેન્દ્ર અને ચૂંટણી પંચને ઘણા સમય પહેલા નોટિસ જારી કરવામાં આવી હતી પરંતુ કેન્દ્રએ હજુ સુધી તેનો જવાબ દાખલ કર્યો નથી.
વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કયર્િ બાદ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે આ નિર્દેશો આપ્યા હતા. સોમવારે ઉપાધ્યાય વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે ગંભીર ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિ સજા પૂર્ણ કયર્િ પછી થોડા વર્ષો પછી ચૂંટણી પ્રક્રિયામાં પાછો ફરે છે, જે લોકશાહી પવિત્રતાને ખંડિત કરે છે.
આપણી લોકશાહી 75 વર્ષથી પરિપક્વ થઈ ગઈ છે, છતાં હજુ પણ 46-48 ટકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હત્યા, બળાત્કાર વગેરે જેવા ગંભીર આરોપો લાગી રહ્યા છે.
ઉપાધ્યાયની અરજીમાં એક માંગણી એ હતી કે સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર ફોજદારી કેસોનો ઝડપથી ઉકેલ આવે. આમાં વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા એમિકસ ક્યુરી છે. હંસારિયાએ આ કેસમાં 21મો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ બે વાર ગેરહાજર રહે છે તો તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવું જોઈએ. ઉપરાંત, ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ રહેલા કેસોની સુનાવણી દરરોજ થવી જોઈએ.
નવેમ્બર 2023 માં, કોર્ટે સાંસદો અને ધારાસભ્યોના કેસોના ઝડપી નિકાલ અંગે વિગતવાર આદેશો આપ્યા હતા. તે આદેશ ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો પરંતુ સોમવારે મામલો બે સભ્યોની બેન્ચ સમક્ષ હતો. આવી સ્થિતિમાં, કોર્ટે કહ્યું કે ત્રણ સભ્યોની બેન્ચે પહેલાથી જ વિગતવાર સૂચનાઓ આપી દીધી હોવાથી, હવે બે સભ્યોની બેન્ચ કેસ ફરીથી ખોલી શકશે નહીં. આ કેસ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોટી બેન્ચ સમક્ષ વિચારણા માટે રજૂ થવો જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application