ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ગ્રેચ્યુટી પેટે ભુલથી ચૂકવી દીધેલી વધુ રકમ . ૮.૩૨ કરોડ)ની રિકવરી મેળવવાના કેસમાં બોર્ડને છેક સુપ્રીમ કોર્ટ સુધી નિષ્ફળતા મળી છે.
આ અંગે ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ હસુભાઈ દવેના જણાવ્યા મુજબ, ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એકટ–૧૯૭૨માં ગ્રેચ્યુટીની રકમ ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ તા. ૨૯ ૦૩ ૨૦૧૮ના ભારત સરકારના જાહેરનામાથી કરવામાં આવી છે. તેમાં કોઈ પાછલી અસર આપવામાં આવી નથી. તેમ છતાં પાણી પુરવઠા બોર્ડ દ્રારા મનસ્વી રીતે તા: ૦૧ ૦૧ ૨૦૧૬થી તા. ૨૮૦૨૨૦૧૮ દરમ્યાન નિવૃત થયેલ અથવા રાજીનામું આપેલ અથવા અવસાન પામેલ ૧૭૫ કર્મચારીઓને કાયદાનો ખોટો અર્થ કરીને . ૨૦ લાખ મુજબ ગ્રેચ્યુટી ચુકવીને સરકારના ૮.૩૨ કરોડ જેટલી રકમ વધુ ચુકવી આપી હતી. આ હકીકત બહાર આવ્યા બાદ બોર્ડે ૮.૩૨ કરોડની રકમ સંબંધિત ૧૭૫ કર્મચારીઅધીકારીઓ પાસેથી પરત મેળવવા વકીલ મારફત ૧૭૫ કર્મચારીઓને નોટીસો આપેલ હતી. આવી નોટીસો આવતા કર્મચારીઓએ સાથે મળી વસુલાત સામે મનાઈ હત્પકમ લેવા અને બોર્ડની વસુલાતની કાર્યવાહી રદ કરવાનો હત્પકમ લેવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી.
જેની સુનાવણી બાદ હાઇકોર્ટે આ કર્મચારીઓ દ્રારા બોર્ડને કોઇ ગેર–રસ્તે દોરતી કે હકીકત છુપાવતી કોઈ માંગણી કરેલ ન હોય, નિવૃતિના પાંચ વર્ષ બાદ વસુલાત કરવા નોટિસો આપેલ હોય, આવી વસુલાત કરી શકાય નહીં તેવો કર્મચારીઓની તરફેણમાં ચુકાદો કરેલ હતો.
ગુજરાત હાઇકોર્ટ સિંગલ બેંચે આપેલ આ ચુકાદા સામે પા.પુ. બોર્ડે ડબલ બેન્ચમાં દાદ માંગતા ડબલ બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદાને માન્ય કરેલ હતો. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના બંને ચુકાદાઓ સામે પા.પુ. બોર્ડ દ્રારા સુપ્રીમ કોર્ટમાં એસ.એલ.પી. દાખલ કરેલ હતી. આ અરજીઓની પ્રાથમિક સુનવણી નિકળતા સુપ્રીમ કોર્ટ દ્રારા એડમિશન સ્ટેજમાં બોર્ડની રિટ પિટિશન દાખલ ન થવાને પાત્ર ઠરાવી રદ કરી છે.
સુપ્રીમ સુધી ઢસડી જઈ બોર્ડને પડા ઉપર પાટું મારનારા કોણ?
પાણી પુરવઠા બોર્ડે પોતાની જ ભુલથી ચુકવેલ વધુ રકમની પાંચ વર્ષ બાદ વસુલાત અશકય હોવા છતા કર્મચારીઓને નોટિસ આપવાથી સુપ્રીમ કોર્ટ સુધી કેસ લઇ જઇ વકીલો રોકીને બોર્ડને બિનજરી અને ખોટા ખર્ચના ખાડામાં ઉતારીને બોર્ડને પડા ઉપર પાટું માર્યા જેવી સ્થિતિ સર્જી છે, જે અંગે મજદૂર સંઘના અગ્રણી મુસાભાઇ જોબણે જણાવ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બાદ આ ૮.૩૨ કરોડની હવે વસુલાત થઇ શકે તેમ નથી. જે માટે આ પ્રકરણ વિજિલન્સ કમિશનને સોંપી બિનજરી કોર્ટ કેસો કરનારા તમામ જવાબદાર સામે કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMજામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બની રહેલા વૈકલ્પિક એસટી ડેપોનો વિરોધ
January 08, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech