મહિલા અનામત કાયદા સામેની અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇનકાર

  • January 11, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે 2023 નારી શક્તિ વંદના કાયદામાં સીમાંકન કલમને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ કાયદામાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.અને તેના અમલીકરણ માટે આગામી વસ્તી ગણતરી અને મતવિસ્તારોનું સીમાંકન જરૂરી બનશે.જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પી.બી. વરલેએ બંધારણની કલમ 32 હેઠળ કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જયા ઠાકુરની અરજીને ફગાવી દીધી, તેને વ્યર્થ ગણાવી કારણ કે તે બિલને પડકારી રહી હતી જે હવે કાયદો બની ગયો છે. જયા ઠાકુરની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલા અનામત કાયદાના કોઈપણ ભાગને રદ કરવો ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે તે વસ્તી ગણતરી અને સીમાંકન પછી અમલમાં આવશે.

શું છે આખો મામલો
- આ બિલ 21 સપ્ટેમ્બર, 2023 ના રોજ લોકસભામાં અને રાજ્યસભામાં લગભગ સવર્નિુમતે પસાર થયું હતું.
- 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને પોતાની સંમતિ આપી.
- કાયદા મુજબ, મહિલાઓને 15 વર્ષ માટે અનામત મળશે. સંસદ તેને પછીથી લંબાવી પણ શકે છે.
- અનામતના અમલીકરણ માટે, આગામી વસ્તી ગણતરી અને મતવિસ્તારોનું સીમાંકન જરૂરી રહેશે.
- હાલમાં, લોકસભામાં મહિલાઓની ભાગીદારી લગભગ 15% છે અને ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં તે 10% કરતા ઓછી છે.
- 1996 થી મહિલા અનામત બિલ પસાર કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. રાજ્યસભાએ 2010 માં આ બિલ પસાર કર્યું હતું, પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.

કાયદાની જોગવાઈઓ
આ કાયદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ક્વોટાની અંદર ક્વોટાની જોગવાઈ છે. જોકે, વિપક્ષે અન્ય પછાત વર્ગોની મહિલાઓને પણ આ લાભ આપવાની માંગ કરી હતી. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન દ્વારા કરવામાં આવેલી અરજીમાં સીમાંકન કલમને પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેને હાઇકોર્ટ અથવા અન્ય યોગ્ય ફોરમમાં લઈ જવાની સલાહ આપી. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન એ 2023 ના કાયદાની કલમ 334(1) અથવા કલમ 5 ની બંધારણીય માન્યતાને પડકારી હતી, જે જણાવે છે કે કાયદાના અમલ પહેલાં મતવિસ્તારોનું સીમાંકન ફરજિયાત રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application