કર્ણાટકના પૂર્વ મંત્રી સામેના આરોપો રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

  • June 11, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકના ધારવાડ જિલ્લામાં ૨૦૧૬માં ભાજપ કાર્યકર યોગેશ ગૌડાની હત્યા કેસમાં પૂર્વ રાય મંત્રી વિનય કુલકર્ણી સામે વિશેષ અદાલત દ્રારા ઘડવામાં આવેલા આરોપોને સુપ્રીમ કોર્ટે રદ કરવાનો ઇનકાર કર્યેા હતો. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આગસ્ટિન યોર્જ મસીહની વેકેશન બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યેા હતો અને કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનનો કેસ બરતરફ થવાને લાયક નથી. સુપ્રીમે આ તકે એવી પણ ટકોર કરી હતી કે વારંવાર આવી દલીલો કરી ને સુપ્રીમ સાથે જુગાર ખેલવાનું બધં થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય કુલકર્ણીએ હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દીધી હતી, જેણે તેમની અને ૨૦ અન્ય લોકો વિદ્ધ વિશેષ અદાલત દ્રારા ઘડવામાં આવેલા આરોપોને ટકાવી રાખ્યા હતા. કુલકર્ણી તરફથી હાજર રહેલા વરિ વકીલ સિદ્ધાર્થ દવેએ સર્વેાચ્ચ અદાલતને જણાવ્યું હતું કે સીબીઆઈ દ્રારા દાખલ કરાયેલી બીજી ચાર્જશીટમાં ધારાસભ્યનું નામ જ દેખાય છે અને મૃતકની વિધવાના નિવેદનમાં તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.ત્યારે જસ્ટિસ કુમારે કહ્યું, તમે મુખ્ય સચિવને પત્ર લખીને સરકારી વકીલના ટ્રાન્સફરની માગણી કરી છે, કારણ કે તે તમારા મંત્રીના પ્રભાવ વિના, પુરી તાકાતથી કેસ ચલાવી રહ્યા હતા.જસ્ટિસ કુમારે વધુમાં કહ્યું, તમે સ્પષ્ટ્રપણે વિધવાને ખરીદી લીધી છે.આથી વિશેષ અનુમતિની અરજી ફગાવી દેવામાં આવે છે.
ભાજપ કાર્યકર હત્યા કેસની ઝલક
૧૫ જૂન, ૨૦૧૬ ના રોજ ધારવાડમાં હેબલ્લી મતવિસ્તારના ભાજપના જિલ્લા પંચાયત સભ્ય ગૌડા, ૨૬,ની હત્યા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન એ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ તપાસ સંભાળી અને ૫ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ કુલકર્ણીની ધરપકડ કરી. કુલકર્ણીએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢા છે.સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કુલકર્ણીની ગૌડા સાથે અંગત દુશ્મની અને રાજકીય દુશ્મનાવટ હતી, જેમણે ૨૦૧૬માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાંથી રાજીનામું આપવાનો તેમનો પ્રસ્તાવ નકારી કાઢો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application