વિધવાને મેક–અપની શું જરૂર?: પટના હાઈકોર્ટના નિવેદન પર સુપ્રીમની ફટકાર

  • September 26, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે મેક–અપ સામગ્રી અને વિધવા વિશે હાઈકોર્ટ દ્રારા કરવામાં આવેલી ટિપ્પણીને અત્યતં વાંધાજનક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની ટિપ્પણી કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુપ નથી. કોર્ટ ૧૯૮૫ના એક હત્યા કેસમાં પટના હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી જેમાં એક મહિલાનું કથિત રીતે તેના પિતાનું ઘર કબજે કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. તપાસ અધિકારીએ તેના ઘરનું નિરીક્ષણ કયુ હતું અને હાઈકોર્ટે આ હકીકતની નોંધ લીધી હતી, પરંતુ તે કહીને તેને ફગાવી દીધી હતી કે મહિલા વિધવા હોવાથી, મેક–અપ સામગ્રી તેની હોઈ શકે નહીં, કારણ કે વિધવા હોવાને કારણે તેને કોઈ અધિકાર નથી. મેક–અપ કરવાની કોઈ જર ન હતી.
હાઈકોર્ટે આ કેસમાં પાંચ લોકોની સજાને યથાવત રાખી હતી અને અન્ય બે સહઆરોપીઓને નિર્દેાષ છોડી મૂકયા હતા. કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને બે પુષોને આજીવન કેદની સજા ફટકારી હતી, જેમને અગાઉ નીચલી અદાલત દ્રારા તમામ આરોપોમાંથી મુકત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ બેલા ત્રિવેદી અને સતીશ ચદ્રં શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ પ્રશ્નની તપાસ કરી હતી કે શું પીડિતા ખરેખર તે ઘરમાં રહેતી હફતી કે યાંથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલાના મામા અને અન્ય સંબંધી અને તપાસ અધિકારીની જુબાનીના આધારે હાઈકોર્ટ એ તારણ પર આવી હતી કે તે આ ઘરમાં રહેતી હતી. ખંડપીઠે કહ્યું કે તપાસ અધિકારીએ ઘરનું નિરીક્ષણ કયુ હતું અને કેટલાક મેક–અપ સામગ્રી સિવાય, મહિલા ખરેખર ત્યાં રહેતી હોવાનું દર્શાવવા માટે કોઈ સીધી સામગ્રી એકત્રિત કરી શકાતી નથી. બેન્ચે કહ્યું કે અલબત્ત, અન્ય એક મહિલા, જે વિધવા હતી, તે પણ ઘરના એ જ ભાગમાં રહેતી હતી. હાઈકોર્ટે આ હકીકતની નોંધ લીધી હતી, પરંતુ તે કહીને તેને ફગાવી દીધી હતી કે મહિલા વિધવા હોવાથી, મેક–અપ સામગ્રી તેની હોઈ શકે નહીં, કારણ કે વિધવા હોવાને કારણે તેને કોઈ અધિકાર નથી. મેક–અપ કરવાની કોઈ જર ન હતી. ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, અમારા મતે હાઈકોર્ટની ટીપ્પણી માત્ર કાયદાકીય રીતે અક્ષમ્ય છે પરંતુ તે અત્યતં વાંધાજનક પણ છે. આવી સ્પષ્ટ્ર ટિપ્પણીઓ કાયદાની અદાલતની અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુપ નથી, ખાસ કરીને યારે તે સાબિત કરવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application