રાજકોટ ખાતે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક તૈયાર થયેલ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવા માટે આગામી તારીખ ૬ ના રોજ શનિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવતં ચંદ્રચૂડ રાજકોટ આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લોકાર્પણના આગલા દિવસે શુક્રવારે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ દિલ્હીથી હીરાસર એરપોર્ટ આવી જશે અને સીધા જ સોમનાથ તથા દ્રારકા જવા માટે નીકળશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના કાર્યક્રમ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે ૫:૩૦ વાગે દિલ્હી થી લાઈટમાં રાજકોટ આવી પહોંચશે અને અહીંથી હેલિકોપ્ટરમાં સોમનાથ અને ત્યારબાદ દ્રારકા જઈને પરત રાજકોટ કરશે. રાત્રે રોકાણ રાજકોટમાં કરશે અને બીજા દિવસે સવારે ઘંટેશ્વર નજીક અદાલતના નવા સંકુલના લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચી જશે.
અંદાજે પિયા ૧૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા કોર્ટ બિલ્ડિંગમાં એક સાથે ૫૨ અદાલતની કાર્યવાહી થઈ શકે તેવી વ્યવસ્થા છે. કાયદા વિભાગ દ્રારા નવા કોર્ટ બિલ્ડીંગ માટે ૨૦૧૯ માં મંજૂરી આપવામાં આવી હતી અને ૮૫ કરોડના ખર્ચે સિવિલ વર્ક અને ૨૫ કરોડના ખર્ચે ફર્નિચર સહિતનું પૂં કામ કરવામાં આવ્યું છે. ઘટેશ્વરમાં ૫૬૬૫૮ ચોરસ મીટર જમીન પર નિર્માણ પામેલ આ કોર્ટ બિલ્ડીંગ પાંચ માળનું છે અને ૩૬૫૨૦ ચોરસ ફટનું બાંધકામ છે. ગ્રાઉન્ડ લોર ઉપર અને બાકીના ચાર માળ ઉપર બાંધકામ ઉપરાંત ટેરેસ પણ બનાવવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગમાં તમામ ન્યાયમૂર્તિઓ માટે ચેમ્બર ઉપરાંત સેપરેટ પાકિગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાઇબ્રેરી અને વીડિયો કોનફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વકીલો માટે બાર મ, સરકારી વકીલ માટે ચેમ્બર, અરજદારો માટે કેન્ટીન, પાકિગ રેકોર્ડ મ જેવી તમામ સુવિધાઓ નવા બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech