ગાંધીધામ-ભુજમાં પુરવઠા વિભાગની તપાસ સસ્તા અનાજની દુકાનના ગોટાળા ખૂલ્યા

  • May 18, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સસ્તા અનાજની દુકાનમાંથી  અનાજનો જથ્થો બારોબાર પગ કહી જતો હોવાની ફરિયાદો ઉઠે છે તાજેતરમાં ગાંધીનગરની નાગરિક અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગાંધીધામ તાલુકાના ખારી રોહરમાં અને ભુજના મીરજાપરમાં ગરબડ ગોટાળા જણાઈ આવ્યા હોવાની વિગત મળી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સસ્તા અનાજની દુકાનોમાં અપાતા અનાજનો જથ્થો  બારોબાર વેચી નાખવામાં આવતો હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે. જેને લઈને કેટલી વખત ખાનાપુર્તી જેવી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. 

પરંતુ હકીકત તે ઊંડાણી જે તપાસ વી જોઈએ તે તી ની. જેને લઈને જે તે લાર્ભાીને બદલે અન્યને અનાજ પહોંચી જતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. દરમિયાન તાજેતરમાં ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ પછી ગાંધીધામના ખારી રોહરમાં ચામુંડા સ્વસહાય જુ સંચાલિત સંસ્તા અનાજની દુકાન માં રાશનકાર્ડમાં બોગસ રીતે લાર્ભાીના નામ ઉમેર્યા હોવાની ફરિયાદના પગલે તપાસ હા ધરવામાં આવી છે. આ તપાસ પછી હવે શું નીકળે છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ દુકાનના સ્ટોકની તપાસમાં ઘઉં, ચોખા, ખાંડ, ચણાની ઘટના પ્રમાણમાં જણાય આવી છે ભુજના મિર્ઝાપુરમાં પણ તુવેરદાળ અને ચણાના દાળનો જથ્થો ઓછો જણાઇ આવ્યો છે જે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News