બોર્ડના વિધાર્થીઓની પૂરક પરીક્ષા જૂનમાં લેવાય તેવી સંભાવના

  • April 13, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિધાર્થીઓની લેવાતી પૂરક પરીક્ષા એક મહિનો વહેલી લેવાય તેવી શકયતા છે. આ વર્ષે પરીક્ષાનું પરિણામ પણ વહેલું હોવાથી પૂરક પરીક્ષા પણ મહિનાના બીજા સાહમાં યોજાય તેવી સંભાવના શિક્ષણ વિભાગના સૂત્રોએ વ્યકત કરી હતી.ચૂંટણીના લીધે આ વર્ષે પરિણામ વહેલાસર છે તો પૂરક પરીક્ષા પણ વહેલી લેવાશે. જૂન મહિનાના પ્રથમ સાહમાં પરીક્ષાનું આયોજન ચાલી રહ્યું હતું પરંતુ શાળાઓના વેકેશનના લીધે હવે જૂન મહિનાના બીજા સાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવું શિક્ષણ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું.

ધોરણ ૧૦ ની માર્ચ ની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની તક મળતી હતી યારે હવે નવા નિયમ મુજબ ધોરણ ૧૦ માં ત્રણ વિષય અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓને પૂરક પરીક્ષા આપવા મળશે.
ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓને માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જૂન જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષા ફરી તમામ વિષયો ની પરીક્ષા આપવાની તક મળશે એટલે ધોરણ ૧૨ સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્રારા બે વખત પરીક્ષા લેવામાં આવનાર છે જુના નિયમ મુજબ પરીક્ષા બે વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની લેવામાં આવતી હતી પરંતુ હવે નવા નિયમ અનુસાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સંપૂર્ણ વિષયની પરીક્ષા આપવાની તક વિધાર્થીઓને મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application