અંધશ્રદ્ધા: પડધરીમાં માનતાના નામે બે પશુઓની બલી ચડાવાઈ

  • January 04, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયન્સ અને ટેકનોલોજીના આ યુગમાં પણ કેટલાક લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં અધં બની પશુની બલી ચડાવવાની પ્રથા ધરાવે છે. ત્યારે પડધરીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માનતાના નામે અહીં બે પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. જે અંગે વિજ્ઞાન જાથા દ્રારા જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અહીં પહોંચી હતી અને આ મામલે પોલીસે ભુવા સહિત ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં આંબેડકરનગરમાં રહેતા અને વિજ્ઞાન જાથામાં સેવા આપનાર ભાનુબેન મનસુખભાઈ ગોહિલ(ઉ.વ ૫૩) દ્રારા આ મામલે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પશુબલી માટે દુષ્પ્રેરણા આપનાર ભુવા ભયલાલભાઈ ભીખુભાઈ સોલંકી(રહે. ગીતાનગર,પડધરી) તથા બચુ હનુભાઈ સોલંકી, રમેશ ભયાલાલભાઈ સોલંકી અને પડધરીના હાજાપરમાં રહેતા વિપુલ દેવરાજ સોલંકીના નામ આપ્યા છે.

મહિલા કાર્યકરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને એવી માહિતી મળી હતી કે, પડધરી ગીતાનગર વોરાની દુકાન સામેની શેરીમાં ભાયલાલ સોલંકી પોતાના ઘરે પશુની બલી ચડાવી મંદિરે પ્રસાદપે ધરવાના છે જે માહિતી બાદ તેઓ પડધરી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ ઝાલા, રણજીતભાઈ ડેરૈયા, વિજયભાઈ દાફડા સહિતનાઓને સાથે રાખી અહીં ગીતાનગર વિસ્તારમાં ગયા હતા.

દરમિયાન અહીં ઘરમાં આ ચારેય આરોપીઓ હાજર હોય જેમાં બચુભાઈના હાથમાં છરી હોય અને પશુના માસના ટુકડા પડા હોય તેમજ ભાયાલાલભાઈના હાથમાં કોયતો હતો બાદમાં પૂછપરછ કરતા માલુમ પડું હતું કે,માનતાના નામે ધાર્મિક વિધિના બહાને બે ઘેટાંની તેઓએ બલી ચડાવી દીધી હતી. જેથી આ મામલે મહિલા દ્રારા પડધરી પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ સામે પ્રાણીઓને સાચવણી અંગેના અધિનિયમની કલમ તથા હથિયાર બંધી અંગે જાહેરનામાભગં સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application