મહાપાલિકા સુપરસીડ કરો: આપનું ચક્કાજામ

  • June 14, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથું થઈ જતાં આ મામલે આમ આદમી પાર્ટી દ્રારા વધુ એક વખત ઉગ્ર દેખાવો સાથે હલ્લ ાબોલ અને ચક્કાજામનો કાર્યક્રમ આપીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે સવારે ખુલતી કચેરીએ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેમજ ઢેબર રોડ ઉપર અને કોર્પેારેશન ચોકમાં રસ્તા ઉપર બેસીને મૃતકોના પરિવારને પરિવાર દીઠ રૂા.એક કરોડની સહાય ચૂકવવા તેમજ રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનને સુપરસીડ કરવા સહિતના સાઈનબોર્ડ અને બેનર પ્રદર્શિત કર્યા હતા.
વિશેષમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ મ્યુનિ. કમિશનરને સંબોધીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ફાયર એનઓસીના ચેકીંગ અને સીલીંગના નામે નાગરિકોને બિનજરૂરી કનડગત અને હેરાનગતી કરવામાં આવી રહી છે. વિવિધ સંકુલો સીલ કરાયા બાદ તેમને જરૂરી પૂરાવાઓ અને દસ્તાવેજો રજૂ કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવતો નથી. તત્રં આડેધડ સીલીંગ કરી રહ્યું છે અને વિવેક બુદ્ધીનો ઉપયોગ કરતું નથી. અમુક દુકાનો, મિલકતો અને સંકુલો એવા હોય છે કે યાં આગળ ફાયર એનઓસીની જરૂરિયાત જ હોતી નથી તેમ છતા તેવા સંકુલો પણ સીલ કરવામાં આવી રહ્યા છે. ફકત હાઈકોર્ટ કે સરકારને દેખાડવા માટે અથવા તો સીટને દેખાડવા માટે આ પ્રકારની સીલીંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે જે અયોગ્ય છે. અિકાંડમાં જાહેર સેવકની વ્યાખ્યામાં આવતા હોય તેવા તમામ મ્યુનિ. પદાધિકારીઓની પણ જવાબદારી ફિકસ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય તેવી કામગીરી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
વધુમાં રજૂઆત દરમિયાન રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે સોસાયટીના કોમ્યુનિટી હોલ, શાળા–કોલેજો, જ્ઞાતિ સમાજની વાડીઓ, ટુશન કલાસીસ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેકસ વિગેરેમાં ચેકીંગ કર્યા બાદ મિલકતધારકોની કોઈપણ પ્રકારની વાત સાંભળ્યા વિના સીલ મારી દેવામાં આવે છે જે ખુબ અયોગ્ય છે. આવું ન થાય તે માટે કમિશનર કક્ષાએથી આદેશ કરવા તેમણે રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના અંદાજે ૫૦થી ૬૦ કાર્યકરો દ્રારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કોર્પેારેશન ચોકમાં ચક્કાજામ સર્જી દેવામાં આવતા મહાપાલિકાની વિજીલન્સ પોલીસ ઉપરાંત શહેર પોલીસએ ઘટના સ્થળે દોડી જઈને રસ્તા ઉપર બેસી ગયેલા આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને ટ્રાફિક કિલયર કરાવ્યો હતો. આમ છતા અડધો કલાક સુધી ધમાલ ચાલુ રહી હતી. અંતે પોલીસે ટીંગાટોળી કરીને આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application