કરિશ્મા નો સુપર કુલ અંદાજ

  • January 05, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરિશ્મા કપૂર થાઇલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. કરિશ્મા કપૂરે મસ્ત બીચ પરથી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા કપૂરનો હટકે લુક જોવા મળી રહ્યો છે.

કરિશ્મા કપૂર હાલમાં વેકેશન મનાવવાના મુડમાં છે. ન્યૂ યર સેલિબ્રેશન માટે કરિશ્મા કપૂર થાઇલેન્ડ ગઇ છે. થાઇલેન્ડમાં કરિશ્મા કપૂર ફૂલ ટૂ એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે કંઇક આ ખાસ અંદાજમાં ન્યૂ યરનું સ્વાગત કર્યુ છે. અદાકાર કરિશ્મા કપૂરની થાઇલેન્ડ વેકેશનની લેટેસ્ટ તસવીરો ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરો હાલમાં છવાઇ ગઇ છે. કરિશ્મા કપૂર આ તસવીરોમાં કંઇક અલગ જ મુડમાં દેખાઇ રહી છે.

કરિશ્માની આ તસવીર જોઇને તમે ખુશ થઇ જશો. થાઇલેન્ડમાં બીચ પર મજા માણી રહી છે. બીચ વેકેશનની કરિશ્માએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આમ, વાત કરવામાં આવે તો થાઇલેન્ડમાં ન્યૂ યરનું ગ્રાન્ડ વેલકમ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે કર્યુ છે.

અદાકાર કરિશ્મા કપૂર ફૂલ ટૂ મસ્ત મુડમાં બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.  કરિશ્મા કપૂરની આ તસવીર એક જ નજરે જોતા ગમી જશે. આ તસવીરમાં કરિશ્માનો એકદમ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે. થાઇ હાઇ સિલ્ટ ડ્રેસમાં કરિશ્મા મસ્ત પોઝ આપી રહી છે. આ તસવીર જોતા એવુ લાગી રહ્યું છે કે કરિશ્મા જાણે સલવાર પહેરવાનું ભૂલી ગઇ હોય. આવું અમે નહીં, પરંતુ આ તસવીર જોયા પછી લોકોએ આ ટાઇપની કોમેન્ટ્સ કરી છે. કોમેન્ટમાં લોકોએ લખ્યુ છે કે કરિશ્મા સલવાર પહેરવાનું ભૂલી ગઇ છે. એક જમાનાની અભિનેત્રી અત્યારે પણ ખુબ કુલ દેખાયી રહી હોઇ ચાહકો દિવાના બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application