ગરમીએ સોમવારે રાજકોટમાં તેના દાયકાઓ જુના રેકડ તોડ્યા છે. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 46.2 ડીગ્રી નોંધાયું હતું જે છેલ્લા પાંચ દાયકા કે તેથી વધુ સમયનો રેકોર્ડ છે, ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી મૂક્યા છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી ચાર દિવસ સુધી ગરમીના પ્રમાણમાં બેથી ત્રણ ડિગ્રી નો વધારો થશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અમુક વિસ્તારોમાં હીટ વેવની અસર જોવા મળશે.
રાજકોટની માફક સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટ અમરેલી ભાવનગર અને ભુજમાં મહત્તમ તાપમાન નો પારો 40 થી 46.2 ડિગ્રી વચ્ચે રહ્યો છે. જ્યારે દ્વારકા જામનગર કંડલા નલિયા ઓખા પોરબંદર અને વેરાવળમાં મહત્તમ તાપમાન નો પારો 32 થી 38 ડિગ્રી વચ્ચે રહ્યો છે. દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા આસપાસ રહેતું હોય છે પરંતુ સાંજે પણ ભેજ નું પ્રમાણ ઘણું ઊંચું રહેતું હોવાથી ગરમીની સાથે સાથ અકળામણ અને બેચેની લોકો અનુભવી રહ્યા છે. ગઈકાલે સાંજે 5:30 વાગે નોંધાયેલી ભેજના પ્રમાણની આંકડાકીય માહિતી જોઈએ તો દીવમાં 83 દ્વારકામાં 80 નલિયામાં 81 પોરબંદરમાં 66% ભેજ સાંજે નોંધાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત હરિયાણા પંજાબ ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ રાજસ્થાન જમ્મુ કશ્મીર લદાખ માં હીટ વેવનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન વધવાની સાથે આગામી તારીખ 1 મે સુધી ગરમી અને ભેજનો ડબલ એટેક રહેશે ગુજરાત જેવી જ સ્થિતિ આંધ્રપ્રદેશ તામિલનાડુ પુડીચરી અને કેરલામાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તો બીજી બાજુ સેન્ટ્રલ ઇન્ડિયામાં પણ બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થશે, મહારાષ્ટ્રમાં પણ ગરમી એ માઝા મૂકી છે, પરંતુ આગામી પાંચ દિવસ સુધી ત્યાં પણ કોઈ પ્રકારની રાહત મળે તેવી શક્યતા નથી અને ત્યાર પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.
ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ માટે ધૂળની ડમરી ઉડાડતા 50 કિલોમીટર આસપાસની ગતિ એ પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. તારીખ 2 મે ના રોજ હિમાલયન રિજીયનમાં એક નવું પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને તેના કારણે ગરમીમાં થોડી રાહતની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવા માટે તલાશ
April 29, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech