જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સવારથી જ સૂર્યપ્રકાશ

  • September 07, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં આજે  શનિવારે યલો એલર્ટ અને વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી જિલ્લામાં મેઘરાજાએ વિરામ પાળ્યો હતો.આજે સવારથી જ સૂર્યપ્રકાશ પૂરબહારમાં ખીલ્યો હતો.મહત્તમ તાપમાન ઘટીને ૩૨.૬ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૯ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૧૧૧૨ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી  આજે વધીને બપોરે ૨૭.૧૦ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે શનિવારે  વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૧૧૧૨ ક્યુસેક  પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી બે ઈંચ વધીને આજે બપોરે ૨૭.૧૦ ફૂટ રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન ઘટીને ૩૨.૬ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી ઘટીને ૩૨.૬ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૩ ડિગ્રી ઘટીને ૨૪.૯ ડિગ્રી નોંધાયુ હતુ. આજે શનિવારે સવારે ભેજ વધીને ૯૨ ટકા  રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.  ભાદરવા માસના પ્રારંભમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં  લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News