સૂર્યપ્રકાશ કે સપ્લીમેન્ટ્સ, વિટામિન ડી માટે કયો સ્ત્રોત સૌથી શ્રેષ્ઠ?

  • September 09, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં 70 થી 80 ટકા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. આ એટલા માટે છે, કારણકે સૂર્યના કિરણોને વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ડૉક્ટરો કહે છે કે સવારના સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન ઝડપથી થાય છે.


વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી હાડકાંમાં નબળાઈ, થાક અને અશક્તિ દેખાવા લાગે છે. તેથી આપણને સ્વસ્થ રહેવા માટે વિટામિન ડીની ખૂબ જરૂર છે. NIH  એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના અહેવાલ મુજબ  એક વર્ષથી 70 વર્ષની વયની વ્યક્તિમાં વિટામિન ડી 50 નેનોમોલ્સ/લિટરથી 125 નેનોમોલ્સ/લિટરની વચ્ચે હોવું જોઈએ. આના કરતા નીચું સ્તર વિટામીન ડીની ઉણપની શ્રેણીમાં આવે છે.


જ્યારે શરીરમાં વિટામીન ડીની ઉણપ થાય છે, ત્યારે ઘણી સમસ્યાઓ થવા લાગે છે.  ડૉક્ટરો આ ઉણપને વિટામિન ડીના સપ્લીમેન્ટ્સથી પૂરી કરે છે  પરંતુ સવાલ એ છે કે જો આપણને સૂર્યના કિરણોથી વિટામિન ડી મળી રહે છે તો આપણે સપ્લીમેન્ટ્સ લેવું જોઈએ કે નહી અને બેમાંથી વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત કયો છે?


વિટામિન ડી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, કારણકે આજકાલ મોટાભાગના લોકોમાં તેની ઉણપ જોવા મળે છે તેનું મુખ્ય કારણ છે અનિયમિત જીવનશૈલી, કામના વિચિત્ર કલાકો અને લાંબા સમય સુધી એસી રૂમમાં સમય વિતાવવો. જેના કારણે લોકો બહાર જવાનું ભૂલી ગયા છે જેના કારણે સૂર્યપ્રકાશમાં રહેવામાં ઘટાડો થયો છે.

સૂર્યપ્રકાશ


જ્યારે આપણી ખુલ્લી ત્વચા સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવે છે. ત્યારે તે કિરણોમાંથી વિટામિન ડીને શોષી લે છે અને ત્વચામાં રહેલા કોલેસ્ટ્રોલને વિટામિન ડીમાં રૂપાંતરિત કરે છે, ત્યારપછી આ વિટામિનનું યકૃત અને કિડની દ્વારા વ્યવસ્થાપન થાય છે. જેથી વિટામિન ડી મળે છે અને શરીર સંપૂર્ણ રીતે પોષણમાંથી વિટામિન ડીનો ઉપયોગ કરી શકે. તેથી જ કહેવાય છે કે જો વ્યક્તિ પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લેતો રહે તો તેને વિટામિન ડી સપ્લીમેન્ટ્સની જરૂર નથી. હવે સૂર્યપ્રકાશના સંપર્કમાં ઘટાડો થયો હોવાથી આ સમસ્યા ઉભી થઈ રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે સપ્લિમેન્ટ્સ જરૂરી છે.


વિટામિન ડી સપ્લિમેન્ટ્સ કેવી રીતે કામ કરે છે?


આ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ ફક્ત તે લોકો કરે છે જેઓ કુદરતી રીતે વિટામિન ડી ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. પરંતુ જો સૂર્યપ્રકાશની પૂરતી માત્રાવાળી જગ્યાએ હોય તો આ સપ્લીમેન્ટ્સ પર નિર્ભર ન રહો, સપ્લીમેન્ટ્સને બદલે સવારે થોડીવાર સૂર્યપ્રકાશમાં સમય પસાર કરો.

સપ્લિમેન્ટ્સની આડ અસરો


નિષ્ણાતો માને છે કે જો કુદરતી સૂર્યપ્રકાશ મળી રહ્યો છે અને શરીર પૂરતું વિટામિન ડી ઉત્પન્ન કરી રહ્યું છે તો સપ્લીમેન્ટ લેવાની જરૂર નથી.  કારણકે આ સપ્લીમેન્ટ્સ લેવાથી શરીરમાં ઝેર વધી શકે છે, પરિણામે શરીરમાં કેલ્શિયમનું સ્તર વધી જાય છે. જે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપરાંત વિટામિન ડીની દવા મોંઘી છે, જ્યારે સૂર્યના કિરણો મફતમાં મળે છે.


ડૉક્ટર કહે છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોય ત્યાં સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી લેવું વધુ ફાયદાકારક છે. કારણકે સપ્લિમેન્ટ્સના પોતાના ગેરફાયદા હોઈ શકે છે પરંતુ જો એવી જગ્યાએ રહો છો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ ન હોય અથવા ઓછો સૂર્યપ્રકાશ હોય તો સપ્લીમેન્ટની જરૂર પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News