સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે છ મહિના અંતરિક્ષમાં વિતાવ્યા છે. તેના પરત આવવામાં હજુ બે મહિના બાકી છે. દરમિયાન, સુનીતા અને બૂચ વિલ્મોર ઘરની યાદ આવી રહી છે. એક તરફ, સુનીતા તેના મનપસદં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉત્સુક છે. તે જ સમયે, બૂચ વિલ્મોર પરિવારને મિસ કરી રહ્યો છે. તેમનો પરિવાર પણ તેમને યાદ કરી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ૫ જૂનના રોજ એક અઠવાડિયાની અવકાશ યાત્રા પર ગયા હતા. હવે તેને ત્યાં છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, સુનીતા અને વિલ્મોર ફેબ્રુઆરીમાં પાછા ફરવાના છે.
પરત ફરતા પહેલા બંને અવકાશયાત્રીઓને ઘરની યાદ આવવા લાગી. સુનીતા લાંબા અંતરની રેસમાં ભાગ લેતી રહે છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ટ્રેડમિલ પર પોતાનો શોખ પણ પૂરો કરી રહી છે. તેણે ઓગસ્ટમાં કેપ કોડ સાત માઈલની રોડ રેસમાં પણ ભાગ લીધો હતો. પરંતુ તે બોસ્ટન મેરેથોનની રાહ જોઈ રહી છે. સુનીતાએ વર્ષ ૨૦૦૭માં આ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ મેરેથોન એપ્રિલ ૨૦૨૫માં યોજાવા જઈ રહી છે. નવેમ્બરમાં એક સંદેશમાં સુનીતાએ કહ્યું હતું કે હત્પં આશા રાખું છું કે તે પહેલા હત્પં પાછી પહોંચી જઈશ. ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સના પતિ માઈકલ વિલિયમ્સ રિટાયર્ડ ફેડરલ માર્શલ અને ભૂતપૂર્વ નેવી એવિએટર છે. તે હ્યુસ્ટનમાં તેના ઘરે તેના પાલતુ કૂતરાઓની સંભાળ લઈ રહ્યો છે.
જો આપણે સુનીતા સાથે ગયેલા બૂચ વિલ્મોરની વાત કરીએ તો તે પોતાની બે દીકરીઓને ખૂબ જ મિસ કરી રહ્યા છે. ૬૧ વર્ષીય વિલ્મોરની નાની પુત્રી હાઈસ્કૂલના તેના સીનીયર યરમાં છે. દરમિયાન તેમની મોટી પુત્રી કોલેજમાં થિયેટર પ્રોડકશનમાં છે. વિલ્મોરનો પરિવાર પણ તેને ખૂબ મિસ કરી રહ્યો છે. તેમની પત્ની ડાયનાએ આ અઠવાડિયે કહ્યું હતું કે આટલા લાંબા સમય સુધી અણધારી રીતે અલગ થવું બિલકુલ સાં નથી લાગતું. ખાસ કરીને એવા સમયે યારે આખો પરિવાર રજાઓ ઉજવવા માટે એકઠા થાય છે. ડાયનાએ કહ્યું કે જો કે તેના પતિની હાલત ખરાબ છે, કારણ કે તે અમને થોડા સમય માટે જ વીડિયો કોલ પર જોઈ શકે છે. તેણે વધુમાં કહ્યું કે અમે ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
નોંધનીય છે કે તાજેતરમાં સુનીતા વિલિયમ્સની તબિયત લથડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જો કે, સુનીતાએ પોતે આવી કોઈ વાતનો ઈન્કાર કર્યેા છે. સુનીતાએ સ્પષ્ટ્રતા કરી હતી કે તેનું વજન અવકાશ યાત્રા માટે પ્રસ્થાન સમયે જેટલું હતું તેટલું જ હતું. આ સાથે તેણે એમ પણ કહ્યું કે શઆતના દિવસોમાં તેને ભૂખ ન લાગી. પરંતુ આ દિવસોમાં તેને ખૂબ ભૂખ લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં બોટિંગ સલામતી માટે નવા નિયમો, ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-2024’ જાહેર
December 12, 2024 07:14 PMઅમદાવાદ ફ્લાવર શોની ટિકિટમાં વધારો, શનિ-રવિના ભાવ તો...ફ્લાવર શોને નડી મોંઘવારી
December 12, 2024 07:13 PMChess World Champion: ભારતનો ડી ગુકેશ બન્યો સૌથી નાની વયનો વર્લ્ડ ચેમ્પિયન
December 12, 2024 07:11 PMપુરુષોમાં પેટના કેન્સરનું જોખમ વધારે, જાણો તેના કારણો
December 12, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech