શિયાળા પહેલા ઉનાળો? રાજકોટમાં સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચુ 34.7 ડિગ્રી તાપમાન

  • September 14, 2024 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની માત્રા એકદમ ઘટી ગઈ છે અને તેના કારણે ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ કરતા સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન નું પ્રમાણ વધુ છે અને ભાદરવાના આકરા તાપ્નો લોકો સામનો કરી રહ્યા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 34.7 ડીગ્રી શુક્રવારે નોંધાયું છે. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનના મામલે સમગ્ર રાજ્યમાં ભાવનગર ટોચ પર હતું પરંતુ શુક્રવારે તે બીજા ક્રમે આવી ગયું છે. ભાવનગરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 34.6 ડીગ્રી નોધાયું હતું.
રણ પ્રદેશ કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછું છે. ગઈકાલે ભુજમાં 31.3 કંડલામાં 32.5 નલિયામાં 31.8 પોરબંદરમાં 31.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 33.3 અમરેલીમાં 32.6 જામનગરમાં 32.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
ચોમાસાએ હજુ સત્તાવાર રીતે વિદાય લીધી નથી પરંતુ વરસાદની માત્રા અને વ્યાપ ઘટી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાં અમદાવાદ
(અનુ. 11મા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application