સુલતાનપુરી હોરર કેસ: નવું CCTV ફૂટેજ સામે આવ્યું, આરોપીઓની કારના થોડા સમય બાદ જતી દેખાઈ PCR વાન

  • January 05, 2023 06:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

સુલતાનપુરી હોરર કેસ મામલે આજે નવા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપીઓની કારના થોડા સમય બાદ જ પોલીસની પીસીઆર વાન જતી નજરે પડી રહી છે.


દિલ્હીમાં નવા વર્ષની રાત્રે એક ભયાનક ઘટના સામે આવી હતી. જેમાં એક કારમાં આવેલા 5 છોકરાઓ એક છોકરીને પોતાની કારમાં 10-12 કિલોમીટર સુધી ઢસડી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. ત્યારે બે જાન્યુઆરીના રોજ પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસને શનિવાર રાત્રે લગભગ 3 વાગ્યે કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર કોલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે. આ માહિતી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે ત્યાં એક યુવતી લોહીલુહાણ હાલતમાં પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application